તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ ઉત્પાદન ઘટ્યું:નર્મદા બંધની જળ સપાટી નીચે ઉતરી 113 મીટરે પહોંચતા રિવરબેડ પાવર હાઉસ બંધ કરી દેવાયું

કેવડિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્યપ્રદેશના ડેમોએ પણ ઘટતી સપાટીને લઈને ટર્બાઇન બંધ કરી દીધા

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એક મહિનામાં 10 મીટર કરતા પણ નીચે જતી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી હાલ 113 મીટરે પહોંચી છે. અને મધ્યપ્રદેશના ડેમો ઇન્દિરા સાગર અને ઓકારેશ્વર ડેમમાં પણ ઘટતી સપાટી ને લઈને ટર્બાઇનો બંધ કરી દીધા હોય ડિસ્ચાર્જ પાણી પણ બંધ થઇ ગયું.

બીજીબાજુ ચોમાસુ લંબાતા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાણીની કોઈ ખાસ અવાક નથી એતેણે સરદાર સરોવરમાં પાણીની અવાક માત્ર 670 ક્યુસેક થઇ રહી છે. પાણીની આવક ઘટવાનાં કારણે નર્મદા ડેમના 1200 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રીવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરી દેવામાં આવ્યા છે.

કેનાલમાં 5 હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે
જુલાઇના બીજા સપ્તાહ બાદ જ રાજ્યમાં ચોમાસા ફરીથી જામશે તેમ માનવામાં આવી રહ્યું છે.નર્મદા ડેમના ઉપરવાસમાંથી આવક માત્ર 670 ક્યુસેક થઇ જતાં 1200 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રીવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરી દેવાયા છે. હાલ કેનાલ હેડ પાવર હાઉસના માત્ર 2 ટર્બાઇન ચાલી રહ્યા છે. જેનાથી ડિસ્ચાર્જ પાણી કેનાલમાં 5 હજાર ક્યુસેક જેટલું છોડવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...