પૂર્વ તૈયારી:રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું રિહર્સલ, રાજ્યના પોલીસ જવાનો સાયકલ યાત્રાથી કેવડિયા પહોંચશે

કેવડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશની સુરક્ષા એજન્સીઓએ કેવડિયા પહોંચી પરેડ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ શરૂ કરી

કેવડિયામાં 31 ઓક્ટોબરે એકતા દિવસની ઉજવણી થનાર છે ત્યારે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ નહીં પરંતુ ગૃહમંત્રી અમીત શાહ ખાસ ઉપસ્થિત રહેશે આ વખતે પણ ગૃહ વિભાગ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યો છે ખાસ કરીને આ વખતે જે રાષ્ટ્રીય એકતા પરેડ ર થશે એ પણ નો મુખ્ય આકર્ષણ રહેશે સુરક્ષા દળોમાં મોટર સાઇકલ સવાર,સાઇકલ સવાર અશ્વ દળ પણ ભાગ લેનાર છે.

જેની જો વાત કરીએ તો આ વખતે જે પરેડ થવાની છે જેમાં પોલીસ પેરામિલેટ્રીફોર્સ, બીએસએફ, સી.આઇ.એસ.એફ, આઈ.ટી.બી.પી, સી.આર.પી.એફ, એસ.એસ.બી ના જવાનો પરેડ કરશે. ઉપરાંત અલગ અલગ સુરક્ષા દળ પોલીસ દળના જવાનો મોટર સાયકલ, સાઇકલીસ્ટ પણ પરેડમાં ભાગ લેશે.

આ કાર્યક્રમમાં ખાસ કરીને આ કાર્યક્રમમાં જે લોકો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રકો જીત્યા છે તેઓને આમંત્રિત કરવામાં આવ્યા છે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે તેમજ અન્ય રમતોમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે જો એ વિજેતા બન્યા છે ચન્દ્રકો મેળવ્યા છે તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.આ વખતે પરેડમાં અલગ કલગ ફોર્સના 400 જવાનો પરેડમાં ભાગ લેશે તેમજ નોર્થ ઇસ્ટના કલાકારો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે કલ્ચર કાર્યક્રમ રજૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...