તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા બંધ પર મોટું જળસંકટ:સરદાર સરોવરની સપાટી વધારવા કેનાલોમાં છોડાતું પાણી ઘટાડ્યું

કેવડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 18 મીટર ખાલી : ગત વર્ષે135.36 મીટર જળસપાટી હતી
  • 5 સપ્ટેમ્બર 2020ના રોજ રિવાબેડ પાવરહાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ ધમધમતા હતા

રાજ્યની જીવાદોરી નર્મદા બંધ ઉપર આગામી દિવસોમાં મોટું જળસંકટ ઉભું થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે જો સારો વરસાદ નહિ પડે તો 2021-22 નું વર્ષ રાજ્યના ખેડૂતો ને પાણી મળશે કે કેમ એક સવાલ હાલ તંત્ર અને સરકાર ને સતાવી રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા બંધની કેનાલમાં પાણી ઓછું કરી જળ સપાટીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કેમકે ગત બે વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 18 મીટર ખાલી છે.

સરદાર સરોવર બંધ ગત વર્ષે 28 ઓગષ્ટ 2020ના રોજ સાંજે 5 કલાકે 138.68 મીટરને પર કરતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. અને ગત વર્ષે 5 સપ્ટેમ્બર 2020ના રોજ 135.36 મીટરની જળસપાટી હતી ત્યારે રિવાબેડ પાવરહાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ ધમધમતા હતા. જયારે 5 સપ્ટેમ્બર 2019 ના રોજ પણ 135.65 મીટર જળ સપાટી હતી. આ વર્ષે પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે. આ વર્ષે નર્મદા જિલ્લામાં સીઝનનો અત્યાર સુધીનો માત્ર 487 MM વરસાદ પડ્યો છે.

માથે જળસંકટ છતાં ડેમના રિવરબેડ શરૂ કરી 12 કિમીનું સરોવર ભર્યું
તંત્ર 2018 માં જે ભૂલ કરી હતી સી-પ્લેન ચલાવવા સાબરમતી ભરી હતી હવે આ વર્ષે નર્મદા બંધ ખાલી છે છતાં પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસીઓને ક્રુઝ બોટની મઝા માણી શકે એ માટે હજારો ક્યુસેક પાણી ખર્ચ કરી નર્મદા બંધથી વિયરડેમ કમ કોઝવે ભરવામાં આવ્યો, હાલ પ્રવાસીઓ 300 રૂપિયા ખર્ચીને મોઝ કરી રહ્યા છે પરંતુ ખેડૂતો ને આપવામાં આવતું સિંચાઇનું પાણી બંધ કરી દેવામાં આવ્યું, એટલે પ્રવાસીઓ ને સુવિધા આપવામાં આગામી દિવસો માં રાજ્યના ખેડૂતો માટે સંકટ ઉભું થાય એવી પણ શક્યાતાઓ ઉભી થઇ છે.

જીવાદોરીને છલોછલ ભરીને મોદીને ભેટ અપાવી મુશ્કેલ
આગામી 17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ છે. છેલ્લા બે વર્ષથી છલોછલ ડેમ ભરીને નર્મદા નીરનાં વધામણાં કરીને પ્રધાનમંત્રીને ભેટ આપવામાં આવે છે. પરંતુ હાલ વરસાદ નથી એટલે અાવક ઓછી છે. ગતવર્ષની સરખામણીમાં નર્મદા બંધ 18 મીટર જેટલો ખાલી છે. એટલે હવે તંત્રની પણ ચિંતા છે. એકબાજુ વરસાદ નથી અને 17 સપ્ટેમ્બરે નરેદ્ર મોદીને ડેમ છલોછલ ભરીને ભેટ આપવાની છે ત્યારે આ વર્ષે આ ભેટ રાજ્ય સરકારથી આપી નહિ શકાય કેમકે 12 દિવસમાં સરોવર ભરાવું અશક્ય છે.

અન્ય સમાચારો પણ છે...