• Gujarati News
  • National
  • Reached Kevadia From Ahmedabad Via Om Birla Sea Plane To Attend Kevadia Conference, Tweeted: 'Proud To Be On The Land Of Gujarat

લોકસભાના સ્પીકરની મુલાકાત:કેવડિયા કોન્ફરન્સમાં હાજરી આપવા ઓમ બિરલા સી-પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયા પહોંચ્યા, ટ્વીટ કર્યું કે, 'ગરવી ગુજરાતની ધરતી પર આવીને ગૌરવ થાય છે’

કેવડિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ફરન્સના પૂર્વ દિવસે જ ઓમ બિરલાએ ઉપ રાષ્ટ્રપતિ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું

કેવડિયા કોલોની ખાતે ઓલઈન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સ કોન્ફરન્સ આજથી શરૂ થવાની છે. ત્યારે જે કોન્ફરન્સ ને લોકસભા સ્પીકર ઓમ બિરલા સંબોધસે જે માટે તેઓ.ખાસ કેવડીયા પ્રથમવાર પહોંચ્યા છે.ત્યારે તેઓ દિલ્હી થી અમદાવાદ પ્લેન મારફતે પહોંચ્યા અને ત્યાંથી સાબરમતી રિવર ફ્રન્ટ પર થી સી પ્લેન મારફતે કેવડિયા પહોંચ્યા હતા. જેમની સાથે ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને સુરક્ષા ગાર્ડ સહિત સાથે આવ્યા હતા. ઓમ બિરલાએ કરેલું ટ્વીટ...

ઓમ બિરલાએ સી પ્લેન મારફતે પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આકાશી નજારો નિહાળ્યો અને બાદમાં તેઓ એ પોતાના મોબાઈલમાં આકાશી નજરાનું શુટિંગ કરી ને પહેલું ટ્વીટ કર્યું અને લખ્યું કે ગરવી ગુજરાતની ધરતી પર આવી ને ગૌરવ થાય છે બાદમાં ટેન્ટસિટી માં ફ્રેશ થઈને સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા સ્ટેચ્યુ પરિસરમાં પહોંચ્યા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરી પ્રદર્શન ને લેસર સો પણ નિહાળ્યો હતો. આજે કોન્ફરન્સ માં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...