જાહેરનામું:નર્મદા ઘાટ પર પૂજા કરવા કે પધરાવવા પર પ્રતિબંધ

કેવડિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમૂક પ્રવૃતિઓ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું

હાલ નર્મદામાં પણ કોરોના વકરી રહ્યો છે સાથે પ્રવાસીઓ આવે ભીડ થાય સાથે પૂજા વિધિ કરાવે ફૂલો ચઢાવે દૂધ પાણીમાં ચઢાવે આ બધી જ પૂજા વિધિઓ પર પ્રતિબંધ ફાર્માવવા માં આવ્યો છે. કોરોના નહીં હોય ભીડ થશે ત્યારે પણ માત્ર આરતી કે વોટર શો પ્રવાસીઓ નિહાળી શકશે.

નદીમાં પૂજા વિધિ કરી શકશે નહીં કે અન્ય ધાર્મિક સ્થળો પર જેમ જબરજસ્તી પૂજા વિધિ, તિલક સહિત ના કામો બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતા હોય છે જેનાથી પ્રવાસીઓ પરેશાન થતા હોય છે.જે બધી બાબતો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...