• Gujarati News
  • National
  • President Ramnath Kovind To Visit Pipla Plants Planted In Tree Planting In 2018 After 2 Years

રાષ્ટ્રપતિની મુલાકાત:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2018 માં વૃક્ષા રોપણ માં વાવેલા પીપળાના છોડ ની 2વર્ષ બાદ મુલાકાત કરશે

કેવડિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  છોડ ની 2વર્ષ બાદ મુલાકાત કરશે. - Divya Bhaskar
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છોડ ની 2વર્ષ બાદ મુલાકાત કરશે.
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વેલી ઓફ ફ્લાવર્સ માં વન વિભાગે માવજત કરી ઉછેર કર્યો, જે આજે 7 ફૂટનો થયો છે.

દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના હસ્તે 15 ડિસેમ્બર 2018 ના રોજ વૃક્ષા રોપણ દરમ્યાન વવાયેલ પીપળો આજે 7 ફુટ ઉંચો થઈ એકદમ વિકસિત થઈ ગયો છે. વનવિભાગ દ્વારા આ પીપળાના વૃક્ષ નું ખાસ જતન કરવામાં આવી રહ્યું છે. અને તેને રાષ્ટ્રપતિ ના એક સંભારણા તરીકે ઉછેરવામાં આવી રહ્યો છે.ત્યારે 25 નવેમ્બરના રોજ રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ ફરી કેવડિયા આવી રહ્યા છે.ત્યારે આ તેમના હસ્તે વવાયેલ પીપળાની તેઓ મુલાકાત કરશે અને જેમાં પાણી રેડી પૂજા પણ કરશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વેલી ઓફ ફ્લાવર્સ બનાવવામાં આવી છે ત્યારે વેલી ઓફ ફ્લાવર પાસે પીપળાનું વૃક્ષ છે.આ પીપળાના વૃક્ષનું મહત્વ ખુબ જ છે કારણકે આ દેશના રાષ્ટ્રપતિ ના હસ્તે વવાયેલું છે. પીપળાના વૃક્ષને આજુબાજુ સ્ટીલની ગ્રીલ પણ રક્ષણ માટે લગાવવા માં આવ્યું છે. ત્યારે આ VVIP પીપળાના વૃક્ષ નું શું મહત્વ ખૂબ છે અને આકર્ષણ પણ બની રહ્યો છે.

અત્રે ઉલખનિય છે કે દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ગત 15 ડિસેમ્બર 2018 ના રોજ તેમના ધર્મપત્ની સાથે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મુલાકાત માટે આવ્યા હતા.ત્યારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે બે વર્ષનો સમયગાળો થયો ત્યારે ખૂબ સારી રીતે આ વૃક્ષ ખીલી ઉઠયું છે.અને એક નાનકડા છોડ માંથી આ પીપળા ના વૃક્ષ 7 ફુટ ઉંચુ થઈ ગયું છે,

આ વર્ષે 25 નવેમ્બર 20ના રોજ તેઓ ફરી રાષ્ટ્રીય પ્રિસાઈડીંગ કોન્ફરન્સ માં હજાર રહેશે અને તેમના વાવેલા પીપળાના વૃક્ષને જોવા જશે પાણી પીવડાવસે અને પૂજા પણ કરશે એવી હાલ શક્યતા જોવા મળી રહી છે, અને સૂત્રો દ્વારા માહિતી એવી પણ મળી છે કે રાષ્ટ્રપતિ ભવન ખાતે થઈ આ પીપળાની વિગત અને ફોટોગ્રાફ્સ પણ મંગાવવા માં આવ્યો છે. જેથી તેઓની વિઝીટ નક્કી છે તો તેમના વાવેલા પીપલાબે હર્યો ભર્યો જોઈ તેઓને અનેરી ખુશી મળશે એ પણ નકકી છે.

અન્ય સમાચારો પણ છે...