તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:નર્મદા ડેમ પર પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો

કેવડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમ ખાતે પ્રિ-મોન્સૂન કામગીરોનો પ્રારંભ કરાયો હતો. - Divya Bhaskar
નર્મદા ડેમ ખાતે પ્રિ-મોન્સૂન કામગીરોનો પ્રારંભ કરાયો હતો.
  • દીવાલોને સ્પેશિયલ એપોક્ષી લેયર કલર કરાયો
  • ગેટના ગ્રીસથી લઈ અન્ય કામગીરી ચાલુ કરાઇ

સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પ્રિમોન્સૂન કામગીરી ચાલુ થઈ ગઈ છે અને આ વર્ષે પણ સારા ચોમાસાની શકતા એ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરવાની શક્યતાઓ ને કારણે નિગમ દ્વારા આ કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો છે નર્મદા બંધના ઉપર વાસમાંથી 8 હજાર ક્યુસેક પાણી આવક થઈ રહી છે.

હાલ બંધની જળસપાટી 123.95 મીટર છે. સરોવર પણ 2024 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે. જો વરસાદ પણ ગુજરાત રાજ્યને પીવાનું પાણી પુરુપાડી સક્ષમ નર્મદા બંધ ડેમ છે. નર્મદા ડેમ ની કોઈપણ બાબત હોય નર્મદા નિગમ ખુબ ગંભીરતાથી લેતા હોય છે. ડેમની સુરક્ષા થી લઇ ડેમમાં પાણીનો સંગ્રહ, વીજ ઉત્પાદન અને કેનાલો ના કામો પાણીની વહેંચણી એકદમ પદ્ધતિસર નર્મદા કંટ્રોલ ઓથોરિટી ના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે થતું હોય છે.

જોકે ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધન 30 રેડિયલ ગેટ 23 30X 30 ના મીટરના ગેટ અને 7 30X 26 મીટર ના ગેટ સરળતાથી અપ એન્ડ ડાઉન થાય કોઈ ઇમર્જન્સી માં ગેટ ખોલવાનો વારો આવે તો આ અટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ અને ગ્રીસિંગ કરવામાં આવી રહ્યું છે.સાથે જે સરદાર સરોવર નર્મદા ડેમ ની દીવાલો છે જેને સ્પેશિયલ એપોક્ષી લિયર કલર કરવામાં આવી રહ્યો છે. જેથી વધુ પ્રમાણ માં ઉપરવાસ માંથી પાણી આવે તોય દીવાલો ને કોઈ અસર કે હાનિ ન પહોંચે જોકે આ કામ દરવર્ષે મેં અને જૂન માસ માં કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...