તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ધારાસભ્યએ કેવડિયા ગામના આગેવાનો સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

કેવડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકો સાથે પેકેજ અંગે ચર્ચા કરી રહ્યું છે ત્યારે ગ્રામજનોની અન્ય મુલાકાતો પર સરકારની વોચ

દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ કેવડીયાના ગામ ના આગેવાનો સાથે બેઠક યોજી સ્થાનિક પ્રશ્નો ને લઈ ને ચર્ચા કરી. હાલ મા જિલ્લા કલેકટર ડી. એ. શાહ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી 6 ગામો ને પ્રવાસન નિયમન સત્તા મંડળ હેઠળ આવરી લેતા હાલ કુલ 19 જેટલા ગામો નો વિસ્તાર નો સમાવેશ થાય છે જેના કારણે આવનારા સમયમાં બીજા ઘણા ગામો નો સમાવેશ SOU મા કરવા મા આવશે તો અહી વર્ષો થી વસવાટ કરતા આદિવાસી સમાજ ને વિસ્થાપિત થવા નો વારો આવશે જેના વિરોધમા દેશના આદિવાસી ઓ કેવડીયા ના લોકો ની પડખે આવું જોઈએ જે માટે આવનાર ટૂંક સમયમાં મિટિંગ નું આયોજન કરવા મા આવે એ વાતને લઈને જિલ્લામાં રાજકારણ માં ગરમાવો આવી ગયો છે.

જોકે હવે સ્થાનિક ગ્રામજનો શુ ઈચ્છે છે.એ જોવું રહ્યું. કેમકે એક બાજુ સ્થળાંતર ની શક્યતાઓ છે. જેનો ગ્રામજનો નો વિરોધ છે. સરકારને જમીનો ની જરૂર છે. સરકાર સ્થાનિકો ને પેકેજ વધારવા વાટાઘાટો કરે છે.ત્યારે આવી રાજકીય બેઠક થી રાજકારમાં ગરમાવો આવી જાય છે.

ધારાસભ્ય ભરતભાઇ વસાવા એ જણાવ્યું હતું આ વિસ્તાર અનુસૂચિ 5 હેઠળ આવે છે. પેસા એકટ લાગુ હોય અહીંની રૂઢિગત ગ્રામસભા સર્વોપરી હોવા છતાં કલેકટર ડી. એ. શાહે ગ્રામસભા ની મંજુરી લિધા વિના તથા સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરી વિશ્વાસ મા લિધા વગર SOU મા બીજા 6 ગામો નો સમાવેશ કર્યો એ ગેરબંધારણીય હોય તે તાત્કાલિક ધોરણે બંધ કરવા મા આવે એવી રજૂઆત કરવામાં આવશેઅગાઉ પણ પોતે કાયદા ના જાણકાર હોવા છતાં ગેરકાયદેસર હસ્તાંતર કરી આપવાની કાર્યવાહી કરનાર તમામ કર્મચારીઓ તથા અધિકારીઓ એ કરેલ ગેરકાયદેસરના કૃત્ય બદલ તેઓ સર્વે વિરૂદ્ધ બંધારણીય તથા સુપ્રિમ કોર્ટના આદેશો ના અપમાન બદલ દેશદ્રોહ નો ગુનો તથા ભારતીય ફોજદારી ધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુપ્રિમ કોર્ટ સુધી જવા માટેની તૈયારી કરવા ની ચર્ચા કરવામા આવી.

અન્ય સમાચારો પણ છે...