તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:લોકશાહીમાં કોઈ ચૂંટણી આસાન નથી હોતી: અરોરા

કેવડિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મુખ્ય ચૂંટણી કમિશનરે વિવિધ પ્રોજેકટ નિહાળ્યા - Divya Bhaskar
મુખ્ય ચૂંટણી કમિશનરે વિવિધ પ્રોજેકટ નિહાળ્યા
 • પશ્ચિમ બંગાળમાં ગૃહ મંત્રાલય સાથે ચર્ચા બાદ જરૂર મુજબ ફોર્સ મળી જશે: મુખ્ય ચૂંટણી કમિશનર
 • અમિત અરોરાએ ધર્મ પત્ની સાથે સ્ટેચ્યુની મુલાકાત લીધી

ભારત દેશના મુખ્ય ચુંટણી કમિશનર અમિત અરોરાએ પોતાની ધર્મપત્ની સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે જણાયું હતું કે સ્ટેચ્યુ એક અજાયબી સાથે એકતાનું પ્રતિક છે. લોકશાહીમાં કોઇ પણ ચૂંટણી કરવી આસાન હોતી નથી. નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તા, વડોદરા કલેકટર સહિતના અધિકારી તેમની સાથે જોડાયા હતા.

મુખ્ય ચુંટણી કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તો છે જ પણ સાથે સાથે દેશની એકતાનું પણ એક પ્રતીક છે. સરદાર પટેલે જ્યારે નેટ કે આઇટી પણ નહોતું એવા સમયમાં કઠોર પરિશ્રમ કરી સામાન્ય ટાઈપ રાઈટિંગના માધ્યમથી લખાણ કરી દેશના 562 રજવાડાઓને એક કર્યા અને ભારતને એક કરવાનું કામ કર્યું. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અમિત અરોરાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી આયોગની ટીમ અને પશ્ચિમ બંગાળના અધિકારી સુદીપ જૈને બે વખત પ્રવાસ કરી ત્યાંની સ્થિતિનું આકલન કર્યું છે. કોરોના હોવા છતાં અમે બિહારમાં સારી રીતે ચૂંટણી કરી એ રીતે પશ્ચિમ બંગાળમાં પણ મજબૂતીથી ચૂંટણી થશે. પશ્ચિમ બંગાળમાં સ્થિતિ મુજબ ફોર્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચાઓ કર્યા બાદ નિર્ણય કરાશે અને જરૂરિયાત મુજબ ફોર્સ પણ મળી જશે. લોકશાહીમાં કોઈ પણ ચૂંટણી કરવી એટલી સહેલી નથી.આટલા મોટા ભારત દેશમાં ઘણા બધા પ્રશ્નો છે, દરેક રાજ્યોના વિસ્તારો અને ભૌગોલિક સ્થિતિ અલગ હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો