તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છલોછલ:નર્મદા ડેમ 138.68 મીટરે છલોછલ ભરાયો : આજે મોદીના જન્મદિવસે વધામણા થશે

કેવડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ બુધવારે રાત્રે 138.68 મીટરની મહત્તમ સપાટીએ છલોછલ ભરાઇ ગયો છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નિગમના એમડી રાજીવ ગુપ્તાના હસ્તે પૂજન કરી વધામણાં કરાશે. કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તે લોકોને જ કાર્યક્રમમાં પ્રવેશ અપાશે. ઉપરવાસમાંથી હાલ પ્રતિ સેકન્ડે 23.11 લાખ લિટર (82,184 ક્યૂસેક) પાણીની આવક થઈ રહી છે.

રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી નર્મદા નદીમાં પ્રતિ સેકન્ડે 9.77 લાખ લિટર (34,766 ક્યૂસેક) પાણી છોડાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની ઓફિસમાંથી પૂજન કરશે, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ સવારે 9-30 કલાકે નર્મદા ડેમ ખાતે પૂજન કરશે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે પણ 15 સપ્ટેમ્બરના રોજ સાંજે ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી હતી.

પાણીની આવક અને જાવક
23.11 લાખ લિટર પ્રતિ સેકન્ડ પાણીની આવક
9.77 લાખ લિટર પ્રતિ સેકન્ડ પાણીની જાવક

અન્ય સમાચારો પણ છે...