તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા ડેમની જળસપાટી ધીરે ધીરે ઘટી:ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમ 115.30 મીટરે

કેવડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેમની સપાટીમાં વધારો કરવા વીજ ઉત્પાદનમાં ઘટાડો કરાયો
  • 24 કલાકની જગ્યાએ માત્ર 8 થી10 કલાક ટર્બાઇનો ચાલુ રખાય છે

નર્મદામાં ચોમાસાનો પ્રારંભ થતા હવે નર્મદા ડેમ પૂનઃ ભરવા માટે તંત્રે કવાયત હાથ ધરી છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં વીજ મથકો જે 24 કલાક ચલાવવામાં આવતા હતા એને ઓછા કલાક કરી પાણીનો સંગ્રહ કરાઇ રહ્યો છે. હાલ રિવર બેડ પાવર હાઉસના ટર્બાઇન 8 થી10 કલાક ચાલુ રખાતા માત્ર 15 હજાર ક્યુસેક પાણી જ નર્મદા નદીમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ સતત ચલાવવામાં આવતા નર્મદા ડેમની જળસપાટી ધીરે ધીરે ઘટી રહી છે.

નર્મદા ડેમની જળ સપાટીની વાત કરીએ તો નર્મદા ડેમની જળસપાટી 115.30 મીટર છે. લાઈવ સ્ટોરેજ 561 મિલિયન કયુબિક મીટર છે અને ગરુડેશ્વર વિયર ડેમ હાલમાં છલોછલ ભરેલો છે. નર્મદા જિલ્લા અને સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં હજુ જોઈએ એટલો વરસાદ નથી અને મધ્ય પ્રદેશના ડેમો પણ ખાલી છે.

એટલે પાણીની આવક નહિવત છે. જો રિવરબેડ પાવરહાઉસ ફરી 24 કલાક ચાલુ કરે તો ઝડપથી ડેમ ખાલી થઈ જાય તમ છે.પરંતુ તંત્ર હાલ વીજ ઉત્પાદન ઓછું કરી પાણીની સપાટી વધારવા તરફ આગળ વધી રહ્યા છે. જેથી આગામી ઓક્ટોબરમાં 138.68ની મહત્તમ સપાટીએ પહોંચે એવા પ્રયત્નો થઈ રહ્યા છે.

અત્યારે 7 મિલિયન યુનિટ વીજ ઉપત્પાદન
નર્મદા ડેમની જળ સપાટી ઘટવાના કારણે અગાઉ એક સમયે રીવર બેડ પાવર હાઉસના તમામ યુનિટને 24 કલાક ચલાવવામાં આવતા હતા, પરંતુ હવે આ યુનિટને સરેરાશ આઠ નવ કલાક જ ચલાવવામાં આવે છે.જેના કારણે અત્યારે રોજનું 7 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...