તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મચારીઓમાં રોષ:કેવડિયા અને ગોરા રેંજના 50થી વધુ કાયમી રોજમદારોને ત્રણ મહિનાથી પગારના વલખાં

કેવડિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOU વિકાસ સત્તામંડળે વન વિભાગને નાણાં ન આપતા મુશ્કેલી વધી

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા એક સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળ, કેવડિયા બનાવ્યું છે. જે માં sou ની આજુબાજુના ગામો અને વન વિભાગની કેવડિયા ડિવિઝન સહીત અન્ય વિભાગો નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વન વિભાગ અને કેવડિયા રેન્જમાં ફરજ બજાવતા 50 થી વધુ કાયમી રોજમદાર કર્મચારીઓ ના છેલ્લા ત્રણ મહિનાથી પગાર ના થતા કર્મચારીઓ પગાર માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.

વિભાગની કચેરી માં તપાસ કરે છે કે હવે સત્તામંડળ માં આપનો વોભાગ આવતો હોય સત્તામંડળ વાળા રૂપિયા આપે તો પગાર થાય તો ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ના પગાર થઇ જાય છે પરંતુ રોજમદાર કર્મચારીઓ ના કેમ પગાર થતા નથી એ બાબતે કર્મચારીઓ માં રોષ ફેલાયો છે.

હાલ કોરોના કાળમાં મોંઘવારી વધી ગઈ છે તમામ વસ્તુઓના ભાવ વધી જતા ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે ઉપરથી દવાખાના નો ખર્ચ, બેંકોના હપ્તા સ્કૂલો બંધ છતાં સરકારની મહેબાની થી ફી પુરી ભરવાની હોય આ કાયમી રોજમદારો હોવા છતાં પગાર બે મહિને ત્રણ મહિને થાય છે એટલે રોજમદારો પગાર નિયમિત થાય એવી માંગ કરી રહ્યા છે જેથી જેતે આધિકારીઓ નોંધ લઇ ઉચ્ચ અધિકારીઓનો પછી પણ આ નાના કર્મચારીઓ નો પાંગર પહેલા કરે કેમ કે આ માધ્યમ અને ગરીબ પરિવારો ને ઓછા પગારમાં ઘણું ચૂકવવાનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...