ક્યારે ચાલુ થશે?:સી-પ્લેન પાછળ કરેલો કરોડોનો ખર્ચ પાણીમાં, 200 દિવસ બાદ પણ બંધ; સાબરમતી અને કેવડિયા એરોડ્રામ શોભાના ગાંઠિયા સમાન

કેવડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી વેકેશન માટે સી પ્લેનની ઇન્ક્વાયરી વધી

અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 200 દિવસથી ઠપ્પ થઇ જતા ફરી ક્યારે શરૂ થશે તેની તંત્રને પણ નથી ખબર. જુના પ્લેનથી શરૂ કરાયેલી આ સેવામાં સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહેડાવી દીધો છે. અમદાવાદથી કેવડિયાના રુટ પર નિયમિત સી પ્લેને ઉડાન ભરી શક્યું નથી. જેથી સાબરમતી અને કેવડિયા એરોડ્રામ શોભાના ગાંઠિયા સમાન બન્યા ચે. તેને સાચવવા સુરક્ષા કર્મીઓ બોજ સમાન બન્યું છે.

એક વર્ષ પહેલા 31 ઓક્ટોબર 2020 ના રોજ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ પ્રથમ સફર કરી ને કેવડિયા થી અમદાવાદ પહોંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. જે શરૂઆત માં 10 દિવસ ચાલ્યું અને એક મહિના ના ટૂંકા ગાળામાં મેન્ટેન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું. આવું વારંવાર બનતા પ્રવાસીઓ કંટાળ્યા હતા છતાં પ્રવાસીઓને એક ઉત્સાહ હતો. પરંતુ આ સેવા બંધ થઇ ગઈ અત્યારે સાબરમતી નદીમાં જેટી તરી રહી છે.કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વોટર એરોડ્રામ ધૂળ ખાય રહું છે.સુરક્ષાકર્મીઓ બેસી રહ્યા છે.બુકીંગ બારી ક્યારે ખુલશે તેની લોકો રાહ જોઇએ રહ્યા છે. સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલાયું ને 200 દિવસ થઈ ગયા છે પરંતુ સી પ્લેન પરત ફર્યું નથી.અને ક્યારે પરત આવશે તે પણ એક સવાલ છે.

ફરવાના શોખીનો સી પ્લેન ફરી શરૂ થાય તેની રાહમાં
કોરોના કારણે સેવા બંધ હતી.પરંતુ અત્યારે પ્રવાસન સ્થળો ખુલી ગયા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખુલી ગયું છે.તો પછી સી પ્લેન સેવા કેમ શરૂ થઈ નથી. જોકે હવે દિવાળી નો તહેવાર આવી રહ્યો છે. અને ફરવાના શોખીન સી પ્લેનની સેવા શરૂ થાય તેની રાહ જોઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...