તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં મેઘ મહેર, ડેમમાં નવા નીરની આવક: જળસપાટીમાં વધારો

કેવડિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવરહાઉસ બંધ કરી ડેમમાંથી પાણીની જાવક ઘટાડી જળ સપાટી 26 સેમી વધી

સરદાર સરોવર નર્મદા બંધ હવે પુનઃ પોતાની મહત્તમ સપાટી તરફ આગળ ધપી રહ્યો છે. કેમકે ચોમાસુ બેસી ગયું છે અને પાણીની આવક કેચેમન્ટ વિસ્તારોમાં વધી રહી છે. ત્યારે હવે નર્મદા નિગમ દ્વારા રિવરબેડ પાવર હાઉસ બંધ કરી દેવાયા છે. એટલે જે રોજના 40થી 50 હજાર પાણીનો ખર્ચ વીજળી ઉત્પાદન માટે કરવામાં આવતો હતો તે હવે બંધ થઇ ગયો છે.

ઉપરવાસના મધ્યપ્રદેશના ડેમોમાં પણ પાણી ઓછું હોવાના કારણે તેમને પણ વીજ ઉત્પાદન બંધ કરી દીધું છે. નર્મદા ડેમની સપાટી પણ ઘટીને 113 મીટરે પહોંચી ગઈ હતી.સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 113.76 મીટર પર છે. ગત રોજ 113.50 મીટરે હતી એટલે એમ કહી શકાય કે 24 કલાકમાં 26 સેમીનો વધારો નોંધાયો છે. હાલ ઉપરવાસ માંથી પાણીની અવાક કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થવાથી માત્ર 4,340 ક્યુસેક થઇ રહી છે. જયારે કેનાલહેડ પાવર હાઉસના 2 ટર્બાઈનો ચાલતા 4194 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે આવક કરતા જાવક ઓછી રાખી 140 ક્યુસેક પાણી સંગ્રહિત થઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા બંધમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડે ત્યારે રાતોરાત જળ સપાટી વધી જાય છે એટલે આગામી ઓક્ટોબર માં નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટી પર પહોંચે એવી તંત્રની ગણતરી છે ત્યારે 31 ઓક્ટોબરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવાના છે ત્યારે નર્મદા નીરના વધામણાં કરે એવી પણ શકયતા છેે.

અન્ય સમાચારો પણ છે...