તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:કેવડિયાથી સ્ટેચ્યુ વિસ્તારમાં ઇ-કાર સેવા શરૂ થશે

કેવડિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં બેટરી સંચાલિત બસો, કાર, રિક્ષા અને સ્કૂટરોની જાહેરાત કરી હતી
  • 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રીના હસ્તે ઇ-સેવા ખુલ્લી મુકવામાં આવશે : કાર કંપનીઓના કેવડિયામાં ટ્રાયલ રન શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિને જાહેરાત કરી હતી કે કેવડિયામાં બેટરી સંચાલિત બસો, કાર, રીક્ષા અને સ્કૂટરો ચાલશે એટલે અવાજ પ્રદુષણ, હવા પ્રદુષણ ને અટકાવી શકીયે આ જાહેરાતને લઈને તંત્ર હરકતમાં આવી પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી છે.

કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 કિમીના અંતરમાં બેટરી સંચાલિત વાહનો ચાલશે પ્રવાસીઓ કેવડિયા વિસ્તારમાં પાર્કિંગમાં પોતાના વાહનો મુકશે અને ઈ-કારમાં બેસી પ્રવાસીઓ સ્ટેચ્યુ પર, જંગલ સફારીમાં જવા માટે ઈ-કાર બસ ફરશે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ જંગલ સફારી બન્યું, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક બન્યું, દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન બન્યું, ઔષધિ વન બન્યું, હવે આખું નગર ઇકો ફ્રેન્ડલી એટલે કે નોન પોલ્યુશન ઝોન બનાવા જઈ રહ્યું છે ત્યારે કેવડિયામાં પ્રવેશ મેળવી પ્રવાસીઓએ પોતાની કાર કે બસ પાર્ક કરી બેટરી સંચાલિત કાર કે બસમાં બેસી સ્ટેચ્યુ સહિતના સ્થળો જોવા જશે.

પાર્કિંગ વધારી ચાર્જિંગ સ્ટેન્ડ પણ ઉભા કરાઇ છે
કેવડિયા ખાતે ખાસ કરીને રાજાઓમાં કે મીની વેકેશનમાં કેવડિયામાં 25 થી 30 હજાર પ્રવાસીઓ આવે છે અને સરકારની તો 50 હાજર થી એક લાખ લાવવાની તૈયારીઓ છે. માટે તંત્ર દ્વારા બે ત્રણ એજન્સીઓને હાયર કરી તેમને કોન્ટ્રાકટ આપવાની કવાયત ચાલી રહી છે હાલ પાર્કિંગ સ્ટેન્ડ અને ચાર્જિંગ સ્ટેન્ડ બંનેની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

50 ઈ-બસો, 50 ગોલ્ફ કાર, 50થી વધુ ઈ-રીક્ષા
કેવડિયામાં હાલ 50 જેટલી ડીઝલથી ચાલતી બસો છે અને રજાઓમાં આ બસોની સંખ્યા વધીને 100 પણ કરવી પડે છે. ત્યારે હાલ 20 થી 25 હજારની પ્રવાસીઓની સંખ્યા અનુમાન લગાવીએ તો 50 જેટલી ઈ-બસો, 50 જેટલી ગોલ્ફ કાર, 50 થી વધુ ઈ-રીક્ષા લાવવી પડશે નહીતો આ કાર રીક્ષાઓ માટે પ્રવસીઓ ની લાંબી કતારો લાગશે.

અન્ય સમાચારો પણ છે...