તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાગત છે...:કેવડિયા જંગલ સફારીમાં હવે ભીમ અને કાલીના આગમનથી વધુ એક આકર્ષણ

કેવડિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિપ્પોપોટેમસની તસવીર - Divya Bhaskar
હિપ્પોપોટેમસની તસવીર
  • કોરોનાકાળ દરમિયાન SOU બાદ પ્રવાસીઓનું સૌથી વધુ પસંદગીનું સ્થળ જંગલ સફારી પાર્ક બન્યું
  • 250 કિલોના 15 મહિનાના હિપોપોટેમસને ભીમ અને જવલ્લે જ જોવા મળતાં બ્લેક પેન્થરને કાલી નામ અપાયું

કેવડિયા ખાતે 375 એકરમાં વિકસાવાયેલાં જંગલ સફારીમાં દેશ-વિદેશના 1500થી વધુ પશુ-પક્ષીઓને પ્રસ્થાપિત કરાયાં છે. એક તરફ જંગલ સફારીમાં ગાઇડ તરીકે કામ કરતાં સ્થાનિક આદિવાસીઓને મોગલીનું ઉપનામ મળ્યું છે. ત્યારે હવે જંગલ સફારીમાં બાળકોના પ્રિય જંગલ બુકના વધુ એક પાત્ર બગીરાનું આગમન થયું છે. જંગલ સફારીમાં 250 કિલોના અને માત્ર 15 મહિનાના હિપોપોટેમસને પણ લાવવામાં આવતાં પ્રવાસીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

બ્લેક પેન્થરની તસવીર
બ્લેક પેન્થરની તસવીર

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ બાદ 17 જેટલા પ્રોજેક્ટો નવા બન્યા જોકે તેમાં 375 એકરમાં ફેલાયેલું જંગલ સફારી પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ બન્યું છે. લોકડાઉન બાદ સૌથી વધુ પ્રવાસીઓ જંગલ સફારીને પસંદ કરે છે અને વન વિભાગ દ્વારા પણ નવા નવા પ્રાણીઓ લાવવામાં આવે છે. તાજેતરમાં જ જૂનાગઢના ઝૂ માંથી પ્રવાસીઓને આકર્ષવા માટે બ્લેક પેંથર અને હિપોપોટેમશ લાવવામાં આવ્યા છે. ત્યારે નવા લવાયેલાં મહેમાનો પૈકી બ્લેક પેન્થરને કાલી નામ આપવામાં આવ્યું છે. જ્યારે 250 કિલોના અને માત્ર 15 મહિનાના હિપોપોટેમસને ભીમ નામ અપાયું છે. પાર્કમાં હવે વાઈલ્ડ ડોગ, ક્રોકોડાયલ પાર્ક પણ બનાવવામાં આવશે. જેમાં બહારથી મગરો લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...