વિરોધ:SOUમાં ઈ-રીક્ષા ચલાવતી બહેનો સાથેે અન્યાય થતાં વિરોધ પ્રદર્શન

કેવડિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈ- રીક્ષા ફેરવવાનો બહિષ્કાર કરી ડ્રાઇવરોએ ચાવી તંત્રને આપી દીધી

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઈ-રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતી બહેનોએ અન્યાય મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઈલેક્ટ્રીક રીક્ષા ચલાવતી બહેનોએ આક્ષેપ લગાવ્યો હતો કે તંત્ર અમને ખોટા વચનો અને બાહેધરી આપે છે.બહેનોએ જણાવ્યું હતું કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે બે વર્ષ પછી ઈ-રીક્ષા તમારા નામે થશે જ્યારે અત્યારે એમ કહે છે કે રીક્ષા તમારા નામે નહિ થાય.જો તમે નહિ આવો તો બીજી બેહનોને ડ્રાઈવર તરીકે અમે લઈ લઈશું.ઈ-રીક્ષા ચલાવતી બહેનોએ વધુમાં જણાવ્યું હતું કે અમારે રોજના 900 રૂપિયા એજન્સીને ચૂકવવાના હોય છે.

તેમજ ચાર્જિંગના 70 રૂપિયા અને 300 રૂપિયા એક્સ્ટ્રા ચુકવવા પડે છે.જો કોઈ દિવસ અમારી કમાણી ન થઈ હોય તો પણ અમારે આટલા રૂપિયા તો ચુકવવા જ પડે છે. પોતાની સાથે થયેલા અન્યાય મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઈ-રીક્ષા ચલાવી રહેલી 50 થી 60 બેહનોએ પોતાને મળેલી ઈ રીક્ષા ફેરવવાનો બહિષ્કાર કરી ચાવી તંત્રને આપી દીધી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રીક્ષા છકડો અને ઇકો ગાડી ફેરવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ડ્રાઇવરોએ પણ પોતાની માંગો મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...