કેન્દ્રિય સ્ટીલ મંત્રી:ભારત આગામી 10 વર્ષમાં 250 મિલિયન ટન સ્ટીલ વાપરતો દેશ બનશે

કેવડિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદાના કેવડિયા ખાતે સ્ટીલ મંત્રાલય માટે સંસદ સભ્યોની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

કેવડિયા નર્મદા ટેન્ટસિટી-2 ખાતે સંસદ સભ્યોનું સ્વાગત કરતાં મંત્રીએ કહ્યું કે સ્ટીલ ભારતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, કારણ કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ, એન્જિનિયરિંગ અને પેકેજિંગ, ઓટોમોબાઇલ અને સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ ઈનપુટ છે. ભારત સ્ટીલનો વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક તેમજ ગ્રાહક બની ગયો છે. નાણાકીય વર્ષ 20-21 દરમિયાન, દેશમાં કુલ ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ 96.2 મિલિયન ટન હતો અને 2024-25 સુધીમાં લગભગ 160 મિલિયન ટન (MT) અને 2030-31 સુધીમાં લગભગ 250 મિલિયન ટન સુધી પહોંચવાની અપેક્ષા છે.

સરકાર સ્થાનિક સ્તરે સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વધારવા અને તે જ સમયે સ્ટીલની સ્થાનિક માંગ અને વપરાશ વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો સ્ટીલના મુખ્ય ઉપભોક્તા છે અને સ્ટીલના વધતા વપરાશ માટે સતત ચાલક રહેશે.

સરકારે તાજેતરમાં જાહેર કરેલ ગતિશક્તિ માસ્ટર પ્લાન આગામી પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂ. 100 લાખ કરોડના રોકાણની યોજનાને પૂરક બનાવશે. આનાથી દેશમાં સ્ટીલના વપરાશને વધુ વેગ મળશે. માનનીય સાંસદોએ સ્ટીલ સેક્ટરને સંબંધિત અનેક મહત્વવના સૂચનો આપ્યા હતા અને ખાસ કરીને એવા કદમો વિશે કે જે સ્ટીલ વપરાશ દેશમાં વધે એ માટેના મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...