મનોરંજન:કેવડિયામાં 5 આદિવાસી યુવક યુવતી રેડિયો જોકી બન્યા

કેવડિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયામાં આવતા પ્રવાસીઓને FM મારફત આ રેડિયો જોકી માર્ગદર્શન પૂરું પાડે છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે રેડિયો યુનિટી 90 FM સેવાનો ગત 15 ઓગષ્ટ 2021થી ટ્રાયલ રન પ્રારંભ કરવામાં આવ્યો. વડોદરા અમદાવાદની જેમ કેવડિયામાં પણ પ્રવાસીઓનું માર્ગદર્શન અને મનોરંજન કરતુ વિશ્વનું આ એક રેડિયો સ્ટેશનની ખાસિયત એ જ છે કે રેડિયો જોકી તરીકે સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓ કામ કરે છે સંસ્કૃતમાં પણ સટાસટ બોલી શ્રોતાઓને ચકિત કરી દે છે. આજે વિશ્વ રેડીઓ દિવસની યાદમાં કેવડિયા રેડિયો સ્ટેશનમાં સાદગીથી ઉજવણી કરી બધા રેડીઓ જોકી એ પ્રવાસીઓનું મનોરંજન કર્યું માહિતી આપી.

કેવડિયામાં રેડિયો યુનિટી 90 FMનું સોફ્ટ લોંચિંગ થયુ અને હજુ 6 મહિના થયા છે પરંતુ અહીંયા ફરવા આવનારા લાખો પ્રવસીઓ જેને સાંભળી રહ્યા છે. એકદમ હિટ પ્રોજેક્ટ બન્યો છે કેમકે આ રેડિયો સ્ટેશન તંત્ર અને પ્રવસીઓ વચ્ચે સીધો સંવાદનું માધ્યમ બન્યું છે. પ્રવાસીઓ કેવડિયા સ્ટેચ્યુ વિસ્તારમાં ફરતા હોય તો ક્યાં કેટલું ટ્રાફિક છે સુ જોયું શું જોવાનું બાકી રહી ગયું તમામ માહિતી રેડિયો યુનિટી 90 FM પરથી મળી જાય છે. સાથે ક્યાંશુદ્ધ જમવાનું મળે છે જેમાં સુ ખાસિયત છે તમામ બાબતો રેડિયો જોકી તરીકે સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓ આપે છે.

પ્રધાન મંત્રી રેડિયો જોકીની ચર્ચા મનકી વાતમાં કરી ચુક્યા છે કેવડિયામાં શરૂ થયેલ રેડિયો યુનિટી 90 FM પર રેડિયો જોકી તરીકે કેવડિયાના સ્થાનિક આદિવાસી યુવક યુવતીઓ સંચાલન કરે છે જેમાં વિશ્વમાં ક્યાંય સંસ્કૃત ભાષાનો કાર્યક્રમ રેડિયો પર નથી ચાલતો પરંતુ કેવડિયા રેડિયો સ્ટેશન પર એક આદિવાસી યુવતી સડસડાટ સંસ્કૃતમાં બોલે છે જે બાબત પ્રધાન મંત્રી નરેદ્ર મોદીએ ઓગસ્ટ 2021 ની મનકી બાત કર્યક્રમ માં જેનો ઉલ્લેખ કર્યો હતો.

રેડિયો યુનિટી FMથી અમારું જીવન બદલાયું
અમારી સ્પીચ જોઈ કેવડિયામાં રેડિયો સ્ટેશન બન્યું એટલે અમારી પસંદગી કરવામાં આવી,અમે આટલું સારું બોલીયે છે સૌનું મનોરંજન કરીએ છે એનું અમને ગર્વ છે રેડિયો યુનિટી 90 FM થી અમારું જીવન બદલાઈ ગયું. રેગ્યુલર રેડિયો જોકી એવા રુચિબેન, અનિરુદ્ધ અને વિરાટ જોડેથી ઘણું શીખ્યા આજે વિશ્વ રેડિયો દિવસ અમારા માટે ખાસ છે. - રેડિયો જોકી, ગુરુ.

અન્ય સમાચારો પણ છે...