તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહેલાણીઓ ઉમટ્યાં:નર્મદામાં 144ની કલમ લાગુ છતાં હોટેલો - ટેન્ટસિટી ફૂલ, હોળી ધુળેટી પર્વની રાજાઓમાં લોકોને ધસારો

કેવડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરોમાં કર્ફ્યુ હોવાથી પ્રવાસીઓ ઉમટી પડ્યાં

નર્મદા જિલ્લાના પ્રવાસન સ્થળ કેવડિયા આજે હોળી ધુળેટીની રાજાઓ છતાં ખુલ્લું છે અને રાજ્યમાં કોરોના ને લઈને મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ છે એટલે 8 વાગે હોલિકા દહન કરી ને કદાચ પૂજા રહી જાય તોયે 9 વાગે ઘરમાં પુરાઈ જવાનું જે શહેરો ના લોકોને મંજુર નથી મોઝશોખ માં માનનારી ગુજરાતની જનતા જ્યાં છૂટો દોર સરકારે આપ્યો છે એવા કેવડિયા માં બે દિવસ થી આવી ગયા છે અને મુક્ત મને ફરી રહ્યા છે. જોકે જે ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના બેફામ વધ્યો તેમ આ હોળી બાદ નર્મદા માં પણ કોરોના બેફામ બન્યો ત્યારે જવાબદાર કોણ બનશે.પણ હેરાન તો પ્રજા જ થશે.

રાજ્યમાં 144 ની કલમ લાગુ છે સાથે રાજ્યની બોર્ડરો શીલ કરી દેવામાં આવી છે એટલે બહારના રાજ્યના પ્રવાસીઓ અહીંયા આવે એવી શક્યતા નથી માટે ધુળેટીની રાજાઓમાં તંત્ર દ્વારા SOU તો ખુલ્લું મુકાયું છે પણ સ્થાનિક મેઘા સિટીઓના લોકો કેવડિયા આવી રહ્યા છે કેમકે ત્યાં રાત્રી કરફ્યુ છે. રાત્રે બહાર નીકળાતું નથી જયારે કેવડિયા માં બિદાસ્ત રાત્રે ફરો કોઈ કેવા વાળું નથી એટલે મોટા શહેરોના લોકો કેવડિયા આવ્યા છે. સ્ટેચ્યુ જોઈને ગયેલા લોકોએ પણ હોટેલો ટેન્ટસિટીઓ બુક કરાવી છે. બસ એન્જોય કરવા.

અત્રે ઉલ્લખનીય છે કે હોટેલો અને ટેન્ટ સીટીઓ માં હોળી પર્વે ખાસ રેન ડાન્સ અને રંગાવાનો ખાસ પ્રોગ્રામ કરવામાં આવે છે અને મ્યુઝિકલ નાઈટ પણ રાખવામાં આવે છે એટલે અહીંયા મોઝ મસ્તી સાથે પરિવાર કે ગ્રુપ એન્જોય કરી શકે એટલે આ ધુળેટીમાં કેવડિયા પ્રવાસીઓ નું હોટ ફેવરેટ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો