તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સિક્કિમનાં રાજ્યપાલ ગંગાપ્રસાદ સ્ટેચ્યુની મુલાકાતે

કેવડિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણી શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતિકઃ ગંગાપ્રસાદ

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજે સિક્કિમ રાજ્યના રાજ્યપાલ ગંગાપ્રસાદે મુલાકાત લઈને સરદાર પટેલને ભાવાંજલી અર્પી હતી.સિક્કિમ રાજ્યના રાજ્યપાલ ગંગાપ્રસાદજીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતીમાનાં દર્શન કરીને ભાવાંજલી અર્પી હતી. રાજ્યપાલએ અખંડ ભારત બનાવવામાં સરદાર સાહેબે આપેલા યોગદાનને યાદ કરી સરદાર સાહેબનાં જીવન-કવનને પ્રસ્તુત કરતા મ્યુઝીયમ અને દર્શન કક્ષની મુલાકાત લઇ રસપુર્વક નિરીક્ષણ કર્યુ હતુ.

ગંગાપ્રસાદજીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે,આજે મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલજીની ભવ્ય પ્રતિમાને જોવાનો અવસર મળ્યો અને અતિપ્રસન્નતા મળી.આ પ્રતિમાનાં નિર્માણનો વિચારમાં જેઓની મુખ્ય ભૂમિકા રહી છે તેવા માનનીય નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપું છું અને આભાર વ્યકત કરૂં છું. ધરતી પર પોતાની પરિકલ્પનાને સાકાર સ્વરૂપ આપીને સમગ્ર વિશ્વને એક નવી દિશા અને આયામ આપવાનો સાર્થક પ્રયાસ અભિનંદનને પાત્ર તો છે જ ઉપરાંતમાં અનુકરણીય પણ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટિ આપણી શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક પણ છે, પ્રતિમા સાથે જોડાયેલા તમામનો આભાર અને ખુબ ખુબ શુભેચ્છાઓ. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનીટીનાં ઉચ્ચ અધિકારીઓ દ્રારા માનનીય રાજ્યપાલનું સ્વાગત કરાયું હતું અને તેઓને સરદાર સાહેબનાં જીવન ચરીત્ર સાથે જોડાયેલ પુસ્તક અને સરદાર સાહેબની પ્રતિમાં સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...