કેવડિયા વિસ્તારમાં 19 ગામોને સાંકળી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ વિસ્તાર અને પ્રવાસન નિયમન સત્તામંડળ નામ રાખવામાં આવ્યું છે. જેમાં અધ્યક્ષ તરીકે એડિશનલ સેક્રેટરી, સહિત 21 સભ્યો હોય છે જે આ વિસ્તારમાં વિકાસ અને જરૂરી નિયમો કામો માટે નિયમો લાદે છે. હાલ કેવડિયા સહિત 19 ગામોમાં આ સત્તા મંડળનો અમલ છે. ત્યારે સત્તા મંડળના આધિકારીઓ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કામ કરતા નથી જે વિકાસ કરવાની, પ્રવાસીઓની સુવિધાઓ વધારવની, ટિકિટો વેચવાની જેના નાણાં જમા કરવાની સહિતની અનેક કામગીરી ઓ હોય છે પરંતુ અધિકારીઓ ઉઠ્યા બેઠા ને જાહેરમાં શાંતિથી ચા પડીકા વેચીને ગુજરાન ચાલવા સ્થાનિક આદિવાસીઓ SOU સત્તામંડળના અધિકારીઓને આંખમાં ખૂંચતા હોય એમ તેમને શાંતિથી ધંધો ના કરવા દઈને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે.
તાજેતરમાં જેસીબી લઈને સ્થાનિકોની દુકાનો લારીઓ તોડવાની કામગીરી કરી સ્થાનિકોનો રોજગાર છીનવતા સ્થાનિક ભાજપના આગેવાન અને પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી SOU ના આધિકારી સામે લાલઘૂમ થયા હતા અને વન મહોત્સવ ના જાહેર કાર્યક્રમમાં SOU ના આધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો.
શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે સરકાર સ્થાનિકોને રોજગારી આપવાની કોશિશ કરે છે તેમને તમામ સુવિધા આપવા તંત્ર ખાડે પગે દોડી રહ્યું છે અને SOU સત્તા મંડળના અધિકારીઓ સેવાનું મૂલ ભૂલી ગયા છે. શાંતિથી કેવડિયા વિસ્તારમાં સ્થાનિકોના લારી ગલ્લા ખોલી પોતાનું જીવન ગુજરી રહ્યા છે તેમના આ લારી ગલ્લા SOU તંત્ર હટાવવાની કામગીરી કરી રહ્યા છે.
આદિવાસી લારી ગલ્લા લઇ રોજગારી માટે જાય તો હટાવી દેવામાં આવે છે. એક બાજુ જિલ્લા કલેકટર ડી એ શાહ ફૂટપાથ પર રહેનાર ને રોજગાર આપવાનું ઉમદા કામ કરે નોધારાઓ ના આધાર બની રહ્યા છે જયારે બીજી તરફ સત્તા મંડળના અધિકારીઓ જબરજસ્તી કરી લારી ગલ્લા થી ધંધો કરનારાને હટાવી દે છે. જિલ્લામાં વિરોધાભાસ જોવા મળે છે.
કેવડિયાનો વિકાસ થયો હવે સ્થાનિકોનો વિકાસ ક્યારે થશે?
કેવડિયા વિસ્તારમાં સ્થાનિકોને રોજગારી આપો છીનવશો નહિં, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી બંને કેવડિયાના સ્થાનિકોને રોજગારી આપવા માટે હંમેશા આગળ રહ્યા છે. રોજગારીથી સ્થાનિકોની કાયાપલટ થશે. પરંતુ SOU સત્તા મંડળના આધિકારીઓને જ ગમતું નથી. રોજગારી મળે છે તે સારું નથી દેખાતું. એટલે સ્થાનિકોને હટાવવાની કામગીરી કરે છે. ખરેખર આવા આધિકારીઓની કામગીરીથી સરકારની છબી બગડે છે.
ભારતના કોઈપણ ખ્યાતનામ પ્રવાસન સ્થળ પર જાવ દિલ્લીનો ઇન્ડિયા ગેટ હોય કે આગ્રાનો તાજમહેલ હોય મુંબઇનો ગેટવે ઓફ ઇન્ડિયા હોય કોઈ પણ જગ્યાએ લારી ગલ્લા વાળા હોય જ છે. કેમ ત્યાં કોઈ સરકાર હટાવતી નથી. એટલે સ્થાનિકોને જ્યાં જગ્યા મળે તો રોડની એક સાઈડપર ઉભા રહી લારી મૂકી ધંધો કરે છે. કોઈને નડતા નથી. તેમને રોજગારી મળે છે એટલું બહુ છે > પર્યુષબેન વસાવા, સભ્ય, SOU સત્તામંડળ, કેવડિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.