તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની બેદરકારી:SOU ફૂડકોર્ટના પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ છતાં ધમધમતું

કેવડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક તરફ લોકો માટે તંત્ર 144 લાગુ કરે છે, બીજી બાજુ હોળીના દિવેસ SOU ખુલ્લુ રાખવાનો નિર્ણય
  • અહીં કામ કરતા અન્ય કર્મીઓના કોરોના ટેસ્ટ શુદ્દાં કરાતા નથી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવેલા ફૂડકોર્ટમાં કામ કરતા પાંચ કર્મચારીઓ કોરોનાની પોઝિટિવ ઝપેટમાં આવ્યા હતા. છતાં તંત્ર દ્વારા તેમની સાથે કામ કરતા અન્ય કર્મચારીઓના કોરોના ટેસ્ટ શુદ્ધાં કરાવાતા નથી. એક તરફ કોરોના દર્દીઓ વધી રહ્યા છે છતાં તંત્ર દ્વારા હોળી-ધુળેટીના દિવસે SOU ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

SOUના પરિસરમાં એક ફૂડ કોર્ટ આવેલી છે. જેમાં તમામ ઊંચી બ્રાન્ડ ધરાવતી સંસ્થાઓ દુકાનો ધરાવે છે. જે ફૂડકોર્ટમાં કામ કરતા પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગને જાણ થઇ તેમને તુરંત કોવિડ હોસ્પિટલ રાજપીપલા સારવાર માટે લઇ જવાયા હતા. હાલ પણ તેઓ સારવાર લઇ રહ્યા છે પરંતુ આ ફૂડકોર્ટના કોરન્ટાઇન ઝોન બન્યું કે બફર ઝોન, સૅનેટાઇઝ કર્યુ કે કેમ રામ જાણે. પણ આ પાંચ કર્મચારીઓ સંક્રમિત થયા છતાં બીજા અન્ય કોઈ કર્મચારીઓના ટેસ્ટિંગ સુદ્ધાં કરવામાં આવ્યા નથી . નર્મદા જિલ્લામાં કોરોનાના દર્દીઓ રોજના 10 થી 15 દર્દીઓ આવી રહ્યા છે. કોરોના જિલ્લામાં 2000ને પાર થઇ ગયો છે. આધિકારીઓની આવી નીતિને લઈને કોરોના જિલ્લામાં વધી રહ્યો છે અને પાછું SOU ધૂળેટીની રાજાઓમાં ખુલ્લું રાખી કોરોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. નર્મદામાં કોરોના વધારવો છે કે ઘટાડવો છે તે સમજાતું નથી.

કોવિડ ગાઇડલાઇનના બધા નિયમો જનતા માટે, કલેકટરે જિલ્લામાં 144 કલમ લગાવી
કોરોનાના સંક્રમણને રોકવા કોવુડ ગાઇડ લાઇન પ્રમાણે સરકાર નવા નિયમો મૂકે છે પણ દંડાય માત્ર પ્રજા, હાલ જિલ્લા કલેક્ટરે 144ની કલમ જિલ્લામાં લાગુ કરી છે. એટલે 3 વ્યક્તિથી વધુ કોઈ ટોળે ના વળે. હવે બીજી બાજુ ધુળેટી માટે SOU ખુલ્લું રાખી તંત્ર આવકનો સ્ત્રોત જુએ છે. લોકોની જિંદગી જોખમાય તેની કોઈ દરકાર નહીં, શાળા કે કોઈ સરકારી કચેરી માં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો 15 દિવસ માટે તે બંધ કરાવાઇ છે, પણ SOUના ફૂડકોર્ટમાં પાંચ કર્મચારીઓ પોઝિટિવ આવે છે તે નથી બંધ કરાતું નથી.બધા નિયમો ગરીબ જનતા માટે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો