તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

FM સેવાનો પ્રારંભ:કેવડિયા કોલોનીમાં FM સેવાનો પ્રથમવાર પ્રારંભ

કેવડિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેડિયો પર ફ્રિકવન્સી 100.1 સાંભળી શકાશે
  • FMથી સ્ટેચ્યુ અંગેની જાહેરાતો જાણી શકાશે

કેવડિયા વિશ્વનું સૌથી મોટું પ્રવાસન સ્થળ બની ગયું છે. ત્યારે આગામી દિવસોમાં 1 લાખ પ્રવાસીઓ વિશ્વભરમાંથી આવશે. એવા સરકારના અયોજન હેઠળ FM સેવા સાથે પ્રવાસીઓ મનોરંજન માણી શકે FMના માધ્યમથી સ્ટેચ્યુ અંગેની જાહેરાતો જાણી શકે એ માટે FM સેવા શરૂ કરવામાં આવી છે. આ બાબતે દૂરદર્શન રિલે કેન્દ્ર માંથી મળતી માહિતી મુજબ પ્રસાર ભારતી ધ્વારા વીઆઈપી સર્કિટ હાઉસ ખાતે કાર્યરત દૂરદર્શન રીલે કેન્દ્ર ખાતે આકાશવાણીની રેડિયો પ્રસારણ સેવા વિવિધ ભારતી માટે એફ.એમ 100 વાટ ટ્રાન્સમિટરની સ્થાપના કરવામાં આવી છે.

આ પ્રસારણ કેવડિયા તથા આસપાસના 15 થી 20 કિલોમીટર ના વિસ્તારોમાં મળી શકશે. આ પ્રસારણ ગત 24 જાન્યુઆરી 2021 થી રોજ સવારે 6.00 વાગ્યા થી રાત્રીના 11.30 સુધી નિયમિત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. FM રેડિયો પર ફ્રિકવન્સી 100.1 MHz પ્રસારણ સાંભળી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો