તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈ-કાર ચાર્જિંગ સ્ટેશન:કેવડિયા ઈ-વ્હિકલ સિટીમાં પહેલું ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરાયું ,બે કલાકમાં જ 100 ટકા ચાર્જ થશે

કેવડિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેવડિયા રેલવે સ્ટેશનની બહાર લગાવવામાં આવેલા પ્રથમ ઈ ચાર્જિંગ પોઈન્ટનું ગુરૂવારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
કેવડિયા રેલવે સ્ટેશનની બહાર લગાવવામાં આવેલા પ્રથમ ઈ ચાર્જિંગ પોઈન્ટનું ગુરૂવારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
  • કેવડિયા રેલવે સ્ટેશનની બહાર પ્રથમ ચાર્જિંગ પોઇન્ટ, હાલમાં પ્રવાસીઓ માટે દોડતી 300 બસોના સ્થાને ઈ-વાહનો દોડશે
  • એક પોઈન્ટ પર એકસાથે બે વાહનો ચાર્જ થશે, પેમેન્ટ ગ્રાહકોના વોલેટમાંથી આપોઆપ કપાઈ જશે

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇ-સિટી SOU ખાતે ટાટા પાવરે રેલવે સ્ટેશન બહાર પહેલું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરી દીધું છે. વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળ તરીકે કેવડિયા ઉભરી રહ્યું છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે જ કેવડિયાને ભારતનું પહેલું ઇ-શહેર બનાવવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જે બાદ ગુજરાતે પણ દેશમાં પ્રથમ તેની ઇ-વ્હિકલ પોલિસી જાહેર કરી ટુ, થ્રિ અને ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે સબસીડીની જાહેરાત સાથે આગામી 4 વર્ષ માટેની ઇ-વ્હિકલ પોલિસી જાહેર કરી દિધી હતી.

બીજી તરફ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇલેક્ટ્રિક વાહનો દોડાવવા અને ઈ-સિટી બનાવવાની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુરિઝમ અને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેની ઇ-પોલિસીનો રોડમેપ જાહેર કરી દીધો હતો. કેવડિયા ખાતે બેટરી આધારિત વાહનોની ટ્રાયલ સાથે પાર્કિંગ અને ઇ-ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું શરૂ થઈ ગયું છે. ગુરૂવારે કેવડિયા રેલવે સ્ટેશનની સામે ઇલેક્ટ્રીક કાર ચાર્જનું પહેલું ઈ-ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરી દેવાયું છે. રેલવે સ્ટેશન નજીક પેટ્રોલ પંપ સામે ઉભું કરાયું છે.

ખાનગી કંપની દ્વારા શરૂ કરાયેલા આ ઈ-કાર સ્ટેશનમાં એક સાથે 2 કાર ચાર્જ કરાશેે. ઈ-કાર ચાર્જિંગ ટેંસ્ટિંગમાં અંદાજિત 2 કલાકમાં 100% ચાર્જ થઈ હતી. જેનું પેમેન્ટ કેસલેસ એટલે કે ઓનલાઈન એપ દ્વારા ગ્રાહકોએ ચૂકવવાનું રહેશે. જોકે ગ્રાહકે 100 % ચાર્જિંગ કે અલગ અલગ સ્લેબમાં ચાર્જ માટે કેટલા રૂપિયા ચૂકવાના રહેશે તેનો ચાર્જ હજી નિયત કરાયો નથી.

કેવડિયાને ઈ-સિટી બનાવવા માટે હાલ 25000 આવતા ટુરિસ્ટ અને દોડતી 200 થી 300 બસો, ઇ-રીક્ષા, ગોલ્ફ વાહનો તેમજ સ્કૂટરને લઈ 150 થી 200 ઇ-ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા પડે તેમ છે. હાલમાં કેવડીયા ખાતે ઇ-બસ, ઇ-સ્કૂટર, ઇ-રીક્ષા પણ લાવવામાં આવશે અને જેનું પાર્કીંગ પણ બની રહ્યું છે. આ સુવિધા શરૂ થયા પછી પ્રવાસીઓને SOU જોવા ઈ-વેહિકલમાં લઈ જવાશે. ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે.ત્યારે કેવડિયા ખાતે ટાટા પાવરે પ્રથમ ફાસ્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપી દીધું છે.

અગાઉના દિવસમાં અહીં સરકાર દ્વારા બીજા કેટલાય ચાર્જિંગ સ્ટેશન શરુ કરવામાં આવશે. આ વિસ્તારના લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસીડી પણ આપવામાં આવશે. આગામી સમયમાં કેવડિયાને સંપૂર્ણ પોલ્યુઝન ફ્રી વિલેજ બનાવવા માટે તમામ વાહનો ઈલેક્ટ્રીક હશે.

આગામી દિવસોમાં વાહનો વધતાં બીજા પોઈન્ટ ઈન્સ્ટોલ કરાશે
હાલ ટાટા કંપની દ્વારા એક ચારજિંગ પોઈન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વાહનો વધતા બીજા પોઈન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવશે. હાલ બે કાર એક સાથે ચાર્જિંગ કરવામાં આવે છે. જેતે કાર ચારજિંગના રૂપિયા ઓટોમેટિક કાર માલિકના વોલેટમાંથી કપાઈ જાય છે. એક કાર 2 કલાક ટાઈમ લે છે. ગાડીના ચારજિંગ નું પેમવન્ટ એક એપ્લિકેશન દ્વારા તેમના વોલેટમાંથી કપાઈ જશે.> મહેન્દ્રસિંહ રાઠોડ, પંપના મેનેજર.

રાજ્યમાં 500 સ્થળે ઈ-વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરાશે
ગુજરાત સરકારે હાલમાં જ રાજ્યમાં ઇ-વાહન પોલિસી જાહેર કરી હતી. જેમાં CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઇન્ટ્સ બનાવવા પણ રાજ્ય સરકાર સબસિડી આપશે. હાઇવેની હોટલો પર પણ આવા ચાર્જિંગ પોઇન્ટ મૂકી શકાશે. જેમાં સરકાર દ્વારા કેપેટિલ ઇન્સેટીવ પણ આપવામાં આવશે. રાજ્યમાં વિવિધ 500 સ્થળો પર આવા ઇ -વાહન ચાર્જિંગ માટે સ્ટેશન ઉભા કરાશે. હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનને મંજુરી અપાઈ છે. અને આગામી સમયમાં અન્ય 250 ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...