તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેશત:તરોપા ગામે શાળાના જર્જરિત ઓરડાથી છાત્રોમાં દુર્ઘટનાનો ભય

કેવડિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
4 વર્ષ પહેલા જ બનેલા રૂમના પિલ્લરના બે ટુકડા થઇ ગયા, ગમે ત્યારે ઓરડી તૂટે તેવી સ્થિતિ. - Divya Bhaskar
4 વર્ષ પહેલા જ બનેલા રૂમના પિલ્લરના બે ટુકડા થઇ ગયા, ગમે ત્યારે ઓરડી તૂટે તેવી સ્થિતિ.
  • કોરોના બાદ દોઢ વર્ષે પ્રાથમિક સ્કૂલો ખુલી પણ જર્જરિત શાળામાં રૂમ પડી જવાની દહેશતથી વાલીઓ સંતાનોને મોકલતાં નથી

કોરોના બાદ દોઢ વર્ષે પ્રાથમિક સ્કૂલો ખુલી પણ તરોપા ગામની પ્રાથમિક શાળામાં બાળકો ભણવા જતા ભય અનુભવી રહ્યાં છે. એક જર્જરિત ઓરડાના પિલ્લરના બે ટુકડા થઇ ગયા છે. જે ક્યારે પણ જમીનદોસ્ત થાય એવી પરિસ્થિતિમાં હોય બાળકોને સ્કૂલમાં ભણવા મોકલવા તૈયાર નથી. 4 વર્ષ પહેલા બનેલા રૂમના પિલ્લરના ટુકડા થઇ ગયા એટલે મોટો ભ્રસ્ટાચાર થયાનો પણ આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે અને તાત્કાલિક આ રૂમ ઉતારી લેવાની કે રીપેર કરવાની માંગ કરી રહ્યા છે. આ બાબત ની જાણ જિલ્લા શિક્ષણ વિભાગને પણ છે છતાં તંત્રે કઈ ના કરતા આખરે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે. છતાં વાલીઓ સ્કૂલમાં બાળકોને મોકલવા તૈયાર નથી.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામે 1 થી 8 ધોરણની સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 175 જેટલા બાળકો આભ્યાસ કરે છે, કોરોના કાળ ને લઈને સ્કૂલો છેલ્લા દોઢ વર્ષથી બંધ હતી એ પૂર્વે આ શાળાનો એક રૂમ જેનું પિલર ના ત્રણ ટુકડા થઇ ગયા છે. પડુંપડું થઇ ગયો છે અને કેટલીય તિરાડો પડી છે. જે ક્યારે પણ પડી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ બાબતની જાણ સ્થાનિક મુખ્ય શિક્ષકે જિલ્લા કક્ષાએ કરી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિઝિટમાં આવ્યા હતા. ત્યારે આ ઓરડાની હાલત પ્રત્યક્ષ જોઈ ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી.જેથી ગ્રામજનો રોષે ભરાયા છે. ગત 2 સપ્ટેમ્બરથી 6 થી 8 ની શાળાઓ ખુલી ગઈ છે. ત્યારે તરોપાની આ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં 107 જેટલા બાળકો અભ્યાસ કરે છે. ત્યારે 107 બાળકો જો શાળામાં ભણવા મોકલે તો વાલીઓ ના જીવ તાળવે ચોંટી જાય. એટલે બાળકો સ્કૂલમાં આવતા ડરી રહ્યા છે.

જર્જરિત ઓરડાને તાત્કાલિક અસરથી ઉતારી લેવો જોઇએ
શિક્ષણ વિભાગ દ્વારા જે ઓરડાઓ બનાવવામાં આવે છે જે એકદમ તકલાદી બનાવવામાં આવે છે. આ 4 વર્ષ પહેલા બનેલો રૂમ કેવી રીતે તૂટી જાય જે સ્કૂલોમાં ભારતના ભવિષ્યનું ઘડતર થતું હોય જે સરસ્વતી દેવીનું મંદિર હોય તેને પણ સારી ગુણવતા વાળું બનાવતા નથી. હાલ જર્જરિત આ ઓરડાને તાત્કાલિક અસરથી ઉતારી લેવું જરૂરી છે. નહીતો બાળકોનો ભોગ લઇ લે..આ બીકે અમે બાળકોને સ્કૂલમાં મોકલતા નથી. > નિલેશ પટેલ,વાલી, તરોપા ગામ

જીર્ણ થયેલાં ઓરડા અંગે જિલ્લા કક્ષા સુધી જાણ કરવામાં આવી છે
હું છેલ્લા દોઢ વર્ષથી અહીંયા હાજર થઇ છું એ પહેલાનું છે આ જર્જરિત ઓરડા અંગે મેં જિલ્લા કક્ષાએ જાણ કરી છે. આજે વાલીઓ આ ઓરડા વિષેની રજૂઆત લઈને સ્કૂલમાં આવ્યા હતા અને બાળકોને સ્કૂલમાં કેવી રીતે મોકલીએની વાત કરતા અમે સમજાવ્યા છે. જોકે હું જર્જરિત ઓરડામાં જ બેસીને જ કામ કરું છું. બાકીના રૂમોમાં બાળકો બેસે છે એટલે વાલીઓ બાળકોની ચિંતા ના કરે અમે સાચવીશું અને ભણાવીશું.> છાયાબેન પટેલ,મુખ્ય શિક્ષક, તરોપા

અન્ય સમાચારો પણ છે...