તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આડમાં ઝરવાણી સહિત 12થી વધુ ગામના ખેડૂતોની જમીનમાં 135ની એન્ટ્રી પાડી દેવાતાં વિરોધ

કેવડિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગરુડેશ્વર તાલુકાનાં 12 ગામના 2293 સર્વે નંબર ધરાવતા 6285 ખાતેદારને આવરી લઈ બારોબાર 135ની એન્ટ્રી પાડી દેવાઈ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા ઝરવાણી સહિતના 12થી વધુ ગામના તલાટી દ્વારા ખેડૂત ખાતેદારોની જમીનમાં કાચી એન્ટ્રી પાડી દેવાતાં સરકાર હવે અમારી જમીનો પચાવી પાડશે એવી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે.

ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી,ઝરવાણી,ગોરા સહિતનાં 12 ગામોમાં ખેડૂતોની જમીનમાં જાણબહાર બારોબાર કાચી એન્ટ્રી પાડતાં ગ્રામજનો રોષે ભરાયા છે. સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યા છે. જો આ કાચી એન્ટ્રી રદ નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.

આ મામલે સાંસદ મનસુખ વસાવા, કલેકટર ડી.એ. શાહ, વનમંત્રી ગણપત વસાવા અને પ્રાંત અધિકારી રાજપીપલાને પણ આવેદનપત્ર આપ્યું. નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાનાં ગ્રામજનોએ આ વિસ્તારને ઇકો સેન્સેટિવ જાહેર કરીને આ વિસ્તારમાં લોકોની જમીન સરકાર પચાવી પાડેશે એવી દહેશત છે અને સાથે આ વિસ્તારનાં ગ્રામજનો જમીનવિહાણો થઈ જશે તો સરકારે તાત્કાલિક કાચી એન્ટ્રી રદ કરવી જોઈએ.

જંગલ વિસ્તારમાં આવતાં ગામોને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરાયાં છે, તો કાચી એન્ટ્રી કેમ પડી એવો લોકોએ સવાલ કર્યો છે. લોકો તેમની સમસ્યા લઈને સાંસદ મનસુખ વસાવાના ઘરે પહોંચી જતાં સાંસદે આ મામલે રાજ્ય સરકાર અનેે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી આ વિસ્તારના આદિવાસી લોકોને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

આ મામલે સરકાર સામે લડવા પણ હું તૈયાર છું
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- કાચી એન્ટ્રી કેમ પાડવામાં આવી છે એ અંગે હું કલેકટર અને સરકારને પૂછીશ. માનવ વસિત કે જ્યાં લોકો રહેતા હોઈ ત્યાં કોઈને પણ ડિસ્ટર્બ ન કરવા જોઈએ. પાંચ વર્ષ પહેલાં પણ મેં સરકારમાં લખ્યું હતું. આ વર્ષે પણ હું ભારત સરકાર અને રાજ્ય સરકારમાં લખીશ. સ્થાનિકો માટે સરકાર સામે લડવાનું થશે તો પણ હું લડી લઈશ.

હાલમાં માત્ર કાચી એન્ટ્રી જ પડી છે
ગરુડેશ્વરના નાયબ મામલતદાર મેહુલ વસાવાએ કહ્યું- હાલ કાચી એન્ટ્રી પાડી છે. પાકી એન્ટ્રી થાય છે કે નહીં એ નિર્ણય તો સરકારનો જ રહેશે. કેન્દ્ર સરકારે 5 મેં 2016માં ગેઝટ પ્રસિદ્ધ કરી આ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. લોકોની જમીન- ઘરને કશું નહીં થાય.

લોકોનો વિરોધ ન થાય એ માટે પંચાયતને મોડી નોટિસ આપી
ઝરવાણી ગામના આગેવાન સોમાભાઈ વસાવાએ કહ્યું- ગ્રામપંચાયતોના રેકોર્ડ પર ખેડૂતની જમીનમાં 135ની એન્ટ્રી પડી છે, એનો અમે વિરોધ કરીએ છે. મોખડી ગોરા, ઝરવાણી ગ્રામપંચાયતનાં ગ્રામજનો ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કરે છે. વિરોધ ન થાય એટલે પંચાયતને નોટિસ મોડી મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો