તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂરઉપયોગ:SOU બંધ હોવા છતાં પોલીસનો રોફ જમાવતા સુરતના 5 શખસો ઝડપાયા

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા યુવાને પોલીસની વર્દી ખરીદી તેનો દૂરઉપયોગ કર્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી દર સોમવારે મેઈન્ટેન્ન્સ માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. ત્યારે ગતરોજ પ્રોજેક્ટ બંધ હોવા છતાં સુરતથી 5 જેટલા યુવાનો વડોદરા કામ અર્થે આવ્યા હતા. તેમને વચ્ચે આવતા નર્મદા જિલ્લાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની ઈચ્છા થઈ. સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાની વાતથી અજાણ કામ પૂર્ણ થતાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવી પહોંચ્યા હતા. એસ.આર.પી 18 ગ્રુપ પોલીસે એમને અંદર ઘુસવા ન દેતા એ યુવાનો પૈકીના અમિત સિંગે પોલીસનો નકલી ડ્રેસ પહેરી પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી.

પોલીસની પૂછતાછમાં અંતે એણે પોતે પોલીસ ન હોવાનું કબુલ્યું હતું. કેવડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.કેવડિયા ડી.વાય.એસ.પી વાણી દુધાતે જણાવ્યું હતું કે વાગડીયા નજીક એસ.આર.પી 18 ના જવાનો વાહન ચેકીંગ કરી રહ્યાં હતાં ત્યારે કાર રોકી ચેકીંગ હાથ ધર્યું હતું.એ કારમાં 4 થી 5 યુવાનો માંથી એક યુવાન પોલિસનો ડ્રેસ પહેરીને બેઠો હતો એની પાસે આઈ.કાર્ડ માંગ્યું હતું એ ન આપતા એની પર શંકા જતા તેની સાથે અન્ય યુવાનોએ પોલીસને કહ્યુ હતુ કે તેણે નકલી ડ્રેસ પહેર્યો છે. આ મામલે 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી મોબાઈલ અને કાર જપ્ત કર્યા છે.

યુવક ખાનગી કંપનીમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે
અમિત સિંગ ઉર્ફે રાજા સોનુ સિંગએ સુરતની એક દુકાન માંથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોટા પાડી રોફ જમાવવા માટે પોલીસનો ડ્રેસ ખરીદયો હતો.અગાઉ સુરતના પાંડેસરામાં પણ એની વિરુદ્ધ પોલીસની ખોટી ઓળખ આપવા બદલ ગુનો નોંધાયો છે.અમિત સિંગ પાંડેસરાની ખાનગી કંપનીમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...