તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાદગીથી ઉજવણી:કોરોનાનો કહેર હોવા છતાં કરફ્યુ મુક્ત કેવડિયામાં નવવર્ષના વધામણાં કરવા લોકોનો થનગનાટ

કેવડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહાનગરમાં નાઈટ કારફ્યુને લઈને ટેન્ટસિટીમાં સાદગીથી ઉજવણી કરવામાં આવશે
 • નર્મદામાં ન્યુયરની પાર્ટીનું આયોજન એકદમ સાદગીપૂર્ણ કરાશે

ગુજરાત નું સૌથી મોટું પ્રવાસન સ્થળ ગણાતું કેવડિયા ખાતે દરવર્ષે મોટી પાર્ટી નું આયોજન 31 મી ડિસેમ્બરના કરવામાં આવે છે. અને મોટી સંખ્યામાં લોકો પાર્ટીમાં એન્જોય કરે છે ડાન્સ ડિનર નો લાભ લે છે. ત્યારે આ વર્ષે કેવડીયામાં સ્થળો વધ્યા છે પરંતુ કોરોના ને લઈને સાવચેતી ખાસ જાળવવાની હોય તમામ પાર્ટી આયોજકો એ મોટી પાર્ટીનું આયોજન કરવાનું માંડી વાળ્યું છે.

25 થી 31 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજા સ્થળો હાઉસફુલ થઈ ગયા છે. જંગલ સફારી ના સ્લોટ હટાવી દેવામાં આવ્યા છે.એટલે ગમે તેટલા પ્રવાસીઓ આવી શકે છે. ગ્લો ગાર્ડન 10 વાગ્યા સુધી રાત્રીના ખુલ્લું.રાખવામાં આવે છે.8 વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખુલ્લું રહે છે ત્યારે આ વિસ્તારમાં નાઈટ કરફ્યુ ની ચિંતા નથી એટલે શહેરી વિસ્તારના લોકો કેવડિયા આવવાનું સૌથી વધુ પસંદ છે.એટલે કેવડિયાના વિસ્તારોની હોટેલો ટેન્ટ સિટીઓ 80 ટકા બુક થઈ ગઈ છે.

લોકો હજુ બુકિંગ કરાવવા પૂછપરછ કરી રહ્યા છે. કોરોના કાળમાં પણ નવા વર્ષને વધાવવા માટે કોંક્રિટના જંગલોમાંથી પ્રકૃતિના સાંનિધ્યામાં જવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. કેવડીયા હવે લોકો માટે હોટસ્પોર્ટ બની ગયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો