માર્ગદર્શન:મૈકલ કન્યા કોલેજ ખાતે કોરોના વેકસીન મહાઅભિયાન કાર્યક્રમ

કેવડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ગરુડેશ્વર ખાતેની મૈકલ કન્યા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. તાલુકા હેલ્થ ઓફિસર ગરૂડેશ્વર એ.કે સુમન તથા તેમની ટીમ, ડો. ખુશ્બુ મિશ્રા નવા વાઘપુરા, ભોગીલાલ બારીયા, હિરેન શર્મા હેલ્થ વર્કરના સહયોગથી વિદ્યાર્થીઓને કોવિડ-19ની અસર અને વેક્સિનેશનથી થતા લાભની સુંદર સમજ પુરી પાડી વિદ્યાર્થીઓને તથા સમાજને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે કોલેજના ઇ.ચા આચાર્ય ડૉ. અનિતા પટેલ તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ગરૂડેશ્વરના ઇ.ચા આચાર્ય દિગ્વિજયસિંહ એન રાઠોડ સાહેબ પણ હાજર રહી વેક્સિનેશન અંતર્ગત વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે માર્ગદર્શન આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...