આયોજન:SOU ખાતે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થની બેઠકનો પ્રારંભ

કેવડિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિબિરમાં દેશના બધા રાજ્યના આરોગ્ય મંત્રી- સચિવો ભાગ લેશે

ભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે તા.5,6,7 મે 2022 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગર - કેવડિયા ખાતે ભારત સરકારની 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠક રૂપે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય ત્રિ-દિવસીય ચિંતન શિબિર-2022નું આયોજન કરવામાં આવ્યું છે.જેનો આજથી કેવડિયા એકતાનગર નર્મદા ટેન્ટ સીટી 2 માં આજથી પ્રારંભ થશે.

ત્રિદિવસીય આ ચિંતન શિબિરના પ્રથમ દિવસે ઉદઘાટન સત્રમાં રજીસ્ટ્રેશન, સ્વાગત, પરિચય વિધિ બાદ દરેક રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા અને સમીક્ષા થશે. સાંજે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. ચિંતન શિબિરના બીજા દિવસના પ્રથમ થિમેટિક સેશનમાં ‘કો.ઓપરેશન અને કો.ઓર્ડીનેશન હેલ્ધી સ્ટેટ્સ - હેલ્ધી નેશન’ એ વિષય ઉપર વિગતવાર ચર્ચા થશે.

બીજા સેશનમાં ‘એફોર્ડેબલ અને ઍક્સિસેબલ હેલ્થકેર ફોર ઓલ’ એ વિષય ઉપર મંથન થશે સાથે સાથે રાજ્યોમાં આરોગ્ય સેવાઓમાં થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા-સમીક્ષા પણ થશે. ચિંતન શિબીરના સમાપન દિવસના પ્રથમ થિમેટીક સેશનમાં પ્રિપેરીંગ ઇન્ડિયા ફોર ફ્યુચર હેલ્થ ઇમર્જન્સીસ વિષય પર છણાવટભરી ચર્ચા વિચારણા થશે તથા હિલ ઈન્ડિયા અને હિલ બાય ઇન્ડિયા વિષયની એક નવી થીમ લઈને ભારત અને વિશ્વની આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારણા માટેની અગત્યની ચર્ચા રાજ્યોના તજજ્ઞો સાથે થશે અંતિમ અને પાંચમા સેશનમાં સ્વસ્થ ભારત માટેનો રોડમેપ તૈયાર કરવા વિચાર વિમર્શ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...