તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર્જ સંભાળ્યો:જામનગરના કલેક્ટરે SOU પહોંચી CEOનો ચાર્જ સંભાળ્યો

કેવડીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચેરીમાં કર્મીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

જામનગર કલેકટર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવનાર રવિ શંકરની રાજય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ(SOUADTGA)નાં મુખ્ય કારોબારી અધિકારી(CEO) તરીકે બદલી સાથે નિમણુંક થતા રવિ શંકરે કેવડિયા પહોંચી પદભાર સંભાળ્યો છે. જેમનું સ્વાગત કક્ષ ખાતેની કચેરી દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

SOUADTGAનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે વિધિવત પદભાર સંભાળ્યા બાદ રવિશંકરે જણાવ્યું હતું કે, સરકારે આ વિસ્તારનાં સંકલિત વિકાસની સાથે પ્રવાસનને વેગ આપીને સ્થાનિક પ્રજાનાં આર્થિક અને સામાજિક સ્તરને ઉંચા લાવવા માટે SOUADTGAની સ્થાપનાં કરી છે,આ થકી સરકારશ્રીનાં આ પવિત્ર ઉદ્દેશ્યને સાકાર કરવા ટીમ યુનિટી વિવિધતામાં એકતાનાં સૂત્રને સાર્થક કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...