તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બોરિયાના CRC નિમેષ તડવીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું

કેવડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નોકરીથી ઘરે જતા જુના રાજુવાડીયા પાસે અકસ્માત

ગરુડેશ્વર તાલુકાના બોરિયાના ક્લસ્ટર ના CRC નિમેષભાઈ ચંદુભાઈ તડવી નોકરી કરી ઘરે પરત ફરતા જુના રાજુવાડીયા પાસે અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત સર્જાતા ગંભીર ઇજાથી અકસ્માતમાં મોત નીપજતા શિક્ષક આલમમાં શોકનું મોજું ફરીવળ્યું છે. ભરૂચ જિલ્લાના ઝાડિયા તાલુકાના ઉમલ્લા ગામે જુનાફળિયામાં રહેતા નિમેષભાઈ ચંદુભાઈ તડવી ગરુડેશ્વર તાલુકાના બોરિયા ક્લસ્ટરમાં CRC તરીકે ફરજ બજાવતા હતા. જેઓ ગત રોજ બોરિયા પ્રાથમિક શાળામાં હતા જ્યાંથી તેઓ બપોરે 12 કલાકે ઉમલ્લા જવા રવાના થયા હતા.

જ્યા રસ્તામાં જુના રાજુવાડીયા ગામ પાસે પાછળથી પુરઝડપે આવતી અજાણી ટ્રકે ટક્કર મારી ફંગોળી દીધી અને નિમેષભાઈ નીચે પટકાયા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં ગંભીર ઇજાઓમાં તેનું મોત નીપજ્યું હતું. આ વાતની જાણ થતા પરિવાર અને શિક્ષણ આલમ શોકાતુર બન્યા હતા. પિતા ચંદુ તડવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...