તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સંપૂર્ણ:વડા પ્રધાનને જન્મદિવસની ભેટ: સરદાર ડેમ 99.99% ભરાયો, 0.1% માટે નરેન્દ્ર મોદીની જોવાતી રાહ

કેવડિયા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમની જળસપાટી 137.98 મીટરે સ્થિર.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સીઝનમાં પહેલીવાર સંપૂર્ણ ભરાયો છે. મંગળવારે નર્મદા ડેમની જળસપાટી 137.99 મીટરે પહોંચ્યા બાદ 137.98 મીટરે આવી સ્થિર થઈ છે.

બે દિવસ બાદ 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમને 138.68 મીટરે છલોછલ ભરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપવાનું સરકાર વિચારી રહી છે. આ દિવસને ઉત્સવમાં ફેરવવા માટે તંત્ર પણ ઉત્સાહિત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દિવસે નર્મદા ડેમ ખાતે મા રેવાને ચૂંદડી અને શ્રીફળ ચઢાવી વધામણાં કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

સરદાર સરોવર ડેમમાં આવતા અને જતા પાણીની વિગતો

  • ઉપરવાસમાંથી પ્રતિ સેકંડે 15.84 લાખ લિટર ( 55,950 ક્યુસેક) આવક
  • રિવરબેડ અને કેનાલબેડ પાવર હાઉસમાંથી 15.77 લાખ લિટર (55,700 કયુસેક) જાવક
  • મુખ્ય કેનાલમાં છોડવામાં આવી રહેલું પાણી 13500 ક્યુસેક
  • ડેમમાં કુલ પાણીનો સંગ્રહ લાઇવ જથ્થો 5.63 લાખ કરોડ લિટર (5635 મિલિયન ક્યુબિક મીટર)
  • ડેડ સ્ટોક સાથે 9.46 લાખ કરોડ લિટર (9460 એમ.સી.એમ.)
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો