તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવડિયામાં RSSની બેઠક શરૂ:રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે નર્મદામાં RSSની બેઠકને લઈને તર્કવિતર્ક, ભાગવત પહોંચ્યા

કેવડિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, સહ સરકાર્યવાહક ભૈયાજી જોશી, સહિતના દેશના વિવિધ પ્રાંતો ના RSS ના હોદેદારો કાર્યકર્તાઓ મહાનુભાવો કેવડિયા પહોંચી ગયા છે. જયાં આરએસએસની 3 દિવસીય બેઠક ગુરેવારથી શરૂ થશે. કેવડિયા કોલોની ખાતે ટેન્ટસિટી 1 ખાતે તેઓ રોકાયા છે તમામ હોદ્દદારો કેવડિયા પહોંચી તમામ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પાર્ક એકતા નર્સરી સહીત તમામ સ્થળોની મુલાકાત લીધી હતી.

RSS પ્રમુખ મોહન ભાગવતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત દરમ્યાન વિઝીટર બુક માં લખ્યું હતું કે ભવ્યતા વિશાળ તાની સાથે ભારત માતાના એક શ્રેષ્ઠ અને સમર્પિત વ્યક્તિત્વના પ્રેરક દર્શન, આવનારી ભવિષ્ય ની ભારતની પેઢી માટે શ્રધ્ધાની સાથે, ભારત માતા પ્રત્યે ભક્તિ તેમજ કર્તવ્યનો સંદેશો પ્રદાન કરવા વાળા ભવ્ય તીર્થ સ્થળને મારા સમસ્ત કુશળ કારીગરો અને નિમાર્ણ કર્તાઓ નમસ્કાર એવું લખી ઇજનેરી કૌશલ્ય ને સલામ કરી હતી.

ગુરુવારે ટેન્ટ સીટી 2 ખાતે RSS પ્રમુખ પોતાના મુખ્ય કાર્યકરો સાથે બેઠક કરશે અને જરૂરી ચર્ચા કરશે, તેમના મુખ્ય એજન્ડામાં RSS નો પ્રચાર પ્રસાર સાથે સંગઠન ની વાતો હશે. જોકે આ સમગ્ર ચર્ચા બંધ બારણે થશે ગુપ્ત બેઠક થશે પરંતુ ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ જાહેર છે. ઉમેદવારો ટિકિટ માટે દોડધામ કરી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ દ્વારા ટિકિટ આપવાના નવા નિયમોની જાહેરાત કરી છે ત્યારે RSS ની સૂચનાઓ થી આ નિયમ કરાયો છે કે ભાજપ નો પોતાનો નિયમ છે આ બાબતો એક ચર્ચાનો વિષય બન્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર અરોરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અમિત અરોરાએ તેમના પત્ની સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું કે, ‘આ સ્ટેચ્યુ અજાયબીની સાથે એકતાનું પણ પ્રતીક છે. સરદાર વલ્લભભાઈ પટેલે ઈન્ટરનેટકે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નહોતી એવા સમયમાં કઠોર પરિશ્રમ કરી સામાન્ય ટાઈપ રાઈટિંગના માધ્યમથી લખાણો લખીને દેશના 562 રજવાડાને એક કર્યા હતા. તેમણે ભારતને એક કરવાનું ભગીરથ કામ કર્યું હતું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો