કામગીરી:લોકોના વિરોધ વચ્ચે કેવડિયા રેલ્વે સ્ટેશનની સામે પાર્કિંગ બનાવવા પોલીસ પહેરા વચ્ચે કામગીરી શરૂ

કેવડિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયામાં સ્થાનિકો વિરોધ ન કરે તે માટે લોકોના ઘરની બહાર પોલિસ પહેરો ગોઠવી દેવાયો

કેવડિયા ખાતે નિર્માણ પામેલા રેલ્વે સ્ટેશનની સામે વાહનો પાર્ક કરવા વિશાળ પાર્કિંગ બનાવવાનું હોય કેવડિયા ગ્રામજનોના વિરોધ વચ્ચે નર્મદા નિગમે પાર્કિંગ બનાવવા માટે જમીન લેવલિંગ કામગીરી શરૂ કરી દીધી છે. આ કામગીરીમાં સ્થાનિકો સાથે ઘર્ષણની શંકાએ નર્મદા જિલ્લાની પોલિસ તૈનાત કરી દેવાતા કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીને એકતાનું પ્રતીક આપી સરકાર દેશનું પ્રથમ પ્રદુષણ મુક્ત પ્રવાસન સ્થળ બનાવવા માંગે છે. ગ્રીન રેલ્વે સ્ટેશનના નિર્માણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક બસ, બાઈક, સ્કૂટરનો ફરજીયાત ઉપયોગ કરવાની વાત કરી છે.

જેની તૈયારીઓ યુદ્ધના ધોરણે થઈ રહી છે. એક લાખ પ્રવાસીઓ રોજના બોલાવવા માંગતા તંત્રએ જો ઇલેક્ટ્રિક કારમાં પ્રવાસીઓને લઈ જવા હોય તો તેમના વાહકનો પાર્ક કરવા મોટા પાર્કિંગ સ્ટેન્ડ બનાવવા પડે જેમાનું એક રેલવે પાર્કિંગ સ્ટેન્ડ બનાવવાનું હોય તંત્રએ કામગીરીનો પ્રારંભ કર્યો છે. હાલ પોલીસ કાફલા સાથે કામગીરી તંત્ર કરી રહ્યું છે. ગ્રામજનો હાલ રોષે ભરાયા છે. કેવડીયાના ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, નર્મદા નિગમ જ્યાં જમીન લેવલનું કામ કરે છે તે જમીનના વારસદારો પાસે જીવન નિર્વાહ માટે બચેલી એક માત્ર 2.5 એકર જમીન પણ પાર્કિંગ માટે જતી રહી છે.

ગામમાં લોકો સાથે વળતર મામલે મિટિંગો કરી છે
જમીનની માલિકી ધરાવતા પરિવાર સાથે અગાઉ 10 વાર મિટિંગો કરી કહ્યું હતું કે, પેઢીનામા મુજબ વળતર માટે સંમતી આપો તો વળતર મળશે. હજુ સુધી સંમતિ આપી નથી. > નિકુંજ પરીખ, ડેપ્યુટી કલેકટર, SOU

અન્ય સમાચારો પણ છે...