નર્મદાના બંને પાવરહાઉસ બંધ:વીજ કટોકટી વચ્ચે MPના પાવરહાઉસ બંધ થતા પાણીની આવક ઘટી; ડેમ છલોછલ હોત તો રાજ્ય સહિત દેશ માટે જીવાદોરી બન્યો હોત!

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમની જળસપાટી 2 સેમી ઘટી, હાલમાં ડેમ 70 ટકા ભરેલો છે - Divya Bhaskar
નર્મદા ડેમની જળસપાટી 2 સેમી ઘટી, હાલમાં ડેમ 70 ટકા ભરેલો છે

નર્મદા બંધની જળસપાટી શનિવારે સાંજે 8 કલાકે 130.62 હતી જયારે સવારે જળસપાટી 130.64 મીટર હતી એટલે દિવસમાં સપાટી 2 સેમી ઘટી હતી. કેમકે તંત્રને વીજ ઉત્પાદન માટે અને કેનાલમાં ઉદ્યોગકારો માટે પાણી છોડવા કેનાલહેડ પાવરહાઉસ ચાલુ કરવું પડ્યું. ઉપરવાસના ડેમના પાવરહાઉસ બંધ હોય માત્ર 1229 ક્યુસેક પાણી ની અવાક થઇ રહી છે. જયારે કેનાલહેડ પાવર હાઉસ ચાલુ કરતા પાણીનો ખર્ચ 5116 ક્યુસેક થયો.

અવાક સામે જાવક વધતા સપાટીમાં ઘટાડો નોંધાયો છે. જો નર્મદા બંધની સપાટી વધારવી હોય તો મધ્ય પ્રદેશના ડેમો માંથી પાણી છોડાવું પડે અથવા પાવરહાઉસ ચાલુ કરવા પડે તો 40 થી 50 હજાર ક્યુસેક પાણી આવે ત્યારે સપાટી માં વધારો કરી શકાય જોકે 8 મીટરનો ગેપ મહત્તમ સપાટી એ પહોંચવાનો હોય ઘણો દૂર છે એટલું બધું પાણી મધ્યપ્રદેશના ડેમો છોડે એવું હાલ લાગતું નથી. હાલ નર્મદા ડેમમાં 7069 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. એટલે હાલ 70 ટકા ડેમ ભરેલો છે.

નર્મદા ડેમની જળસપાટી 2 સેમી ઘટી, હાલમાં ડેમ 70 ટકા ભરેલો છે
નર્મદા ડેમનું રિવાબેડ પાવરહાઉસ છેલ્લા 10 મહિનાઓથી બંધ છે જે 4 મહિના ધમધમી અને કરોડોની વીજળી ઉત્પાદન કરી શકત પરંતુ પાણી ની અછત ને લઈને નર્મદા ડેમ ના રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરી શકાયું નથી. એટલે વીજ ઉત્પાદન પણ નહિવત થઈ રહ્યું છે. બાકી ત્રણ રાજ્યોને તો નર્મદા યોજના વીજળી પુરી પાડી જ રહી છે.

અન્ય સમાચારો પણ છે...