પાણીનો જથ્થો:નર્મદામાં પાણીની આવક થતા બે કાંઠે ,12 કિમિનું સરોવર ભરાયું

કેવડિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવરહાઉસમાંથી નદીમાં 31 હજાર ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે
  • નર્મદા બંધના રિવર બેડ પાવર હાઉસના બે ટર્બાઇન ચાલુ કરાયા

રાજ્યમાં વહેલા અને સારા ચોમાસાની આગાહી વચ્ચે નર્મદા નિગમ સજ્જ બની ગયું છે. અને આ વર્ષે રાજ્યની જીવાદોરી સરદાર સરોવારને પુનઃ 138.68 મીટર સુધી છલોછલ ભરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. હાલ સરદાર સરોવર માં 2037 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો ભરેલો છે. અને જળ સપાટી 124.52 મીટરે છે. ત્યારે તંત્ર દ્વારા હાલ રીવરબેડ પાવર હાઉસના 2 ટર્બાઇનો ચાલુ કરી 24 કલાક ચાલવામાં આવી રહ્યા છે. જેનાથી નર્મદા નદીમાં 31 હજાર કયુંસેક પાણી છોડવામાં આવતા ચોમાસા પહેલ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. અને ગોરા બ્રીજ પણ ડૂબી ગયો છે. એટલે હવે નર્મદા નદીમાં પાણી ભરાતા આગામી દિવસો માં ક્રુઝ બોટ ફરી ચાલુ થશે એવી શક્યતાઓ જોવા મળી રહી છે.

હાલ નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશના ડેમો માંથી 1300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જોકે આ સામાન્ય છે પણ સરદાર સરોવર માં સંગ્રહીત પાણી નો જથ્થો પણ ખૂબ વધુ પ્રમાણ માં છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68.મીટર છે અને હાલ સપાટી 124.52 મીટર છે. એટલે એમ કહી શકાય કે 14 મીટર જેટલો સરોવર ખાલી છે. અને આવતા ચોમાસામાં ભરવાનો છે હાલ 2037 મિલિયન ક્યુબીક મીટર પાણી લાઈવ જથ્થો છે એટલે 3000 ક્યુબીક મીટર જેટલા પાણી ની જરૂર છે. જે માત્ર એક હેવી ફ્લડ આવે અને 12 થઈ 13 લાખ ક્યુસેક પાણી આવી જાય એટલે છલોછલ થઈ જાય જોકે તંત્રને એની ચિંતા નથી કેમકે સરદાર સરોવર આ સિઝનમાં પણ સંપૂર્ણ ભરાવાનું નક્કી છે.

પરંતુ અને નર્મદા ડેમની જળ સપાટી 124.52 મીટર પર છે. રિવર બેડના ટર્બાઇનો ચાલુ કરવા થી પાણી નો ખર્ચ કરી વીજ ઉત્પાદન કરી વીજળી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પહોંચાડી શકે. નર્મદા કેનાલ માં 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના થકી રાજ્યમાં પીવાનું સિંચાઈ નું પાણી પહોંચાડી શકે અને વરસાદ ની શરૂઆત થશે ત્યારે માંડ 5 થી 6 મીટર પાણી ઓછું થશે. એટલે પાણી નો સદુપયોગ કરવા હાલ પાણી ખર્ચ કરવમાં આવી રહ્યું છે..

અન્ય સમાચારો પણ છે...