તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગરુડેશ્વરના આમદલા ગામે 4 દિવસમાં 700 હાઇવા ગ્રેવલ કાઢી જતા પંચાયત મેદાને પડ્યું

કેવડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામના સરપંચની મામલતદારને લેખિત રજૂઆત : પૂર્વ મંજૂરી વિના ખાડીમાંથી રેતી ખનન

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ચાંદોદ કેવડિયા રેલવે લાઈનનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે, ત્યારે કેવડિયા વિસ્તારોમાંથી માટીનું ગેરકાયદે ખોદકામ મૉટે પાયે ચાલી રહ્યું છે. તાજેતરમાં રેલવે લાઈનની કામગીરી માટે કે કોઈ અન્ય બાંધકામની જરૂરિયાત માટે ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામની સુખલી ખાડીમાંથી પૂર્વ મંજૂરી વિના રેતી-ગ્રેવલ કાઢવામાં આવી રહ્યા હોય પંચાયતની માલિકીની જગ્યા હોવા છતાં પરવાનગી લીધી નથી.

રાત્રે બારોબાર હાઇવામાં ઓવરલોડ ભરી કાઢી જાય છે. ત્રણ - ચાર દિવસમાં 700થી વધુ હાઇવા ગ્રેવાલ કાઢી ગયા હોય જેમને અટકવાવા આમદલા ગામના મહિલા સરપંચ શીતાબેન તડવી અને સભ્યો ભેગા મળી મામલતદાર ગરુડેશ્વરને લેખિત આવેદન પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ બાબતે આમદલાના સરપંચ સીતાબેન તડવી એ જણાવ્યું હતું કે આગાઉ પણ આ તત્વો કેટલીય વાર રેતી, માટી, ગ્રેવલ કાઢી ગયા હતા.પરંતુ તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. હાલ અમે 31 જુલાઈ 20 ના ગ્રામપંચાયત માં પંચકયાસ કરી સભ્યો અને ગામના આગેવાનોની હાજરીમાં ગ્રેવાલની ચોરી અટકાવવા તથા તેમને દંડ કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...