તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવાસન સ્થળો પર ભીડ:સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શનિ - રવિની રજામાં 40 હજાર પ્રવાસીઓ ઉમટ્યાં

કેવડિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસીઓના ધસારાને લઈ કેવડિયાથી રાજપીપલા અને સેગવા સુધીની હોટલો હાઉસફૂલ

કોરોના બીજી લહેર બાદ સરકાર દ્વારા છૂટછાટ અપાતા પ્રવાસીઓની પ્રવાસન સ્થળો પર ભીડ વધી રહી છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગત શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓની સંખ્યા 25 હજાર હતી. આ શનિ-રવિની રજામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. શનિવારે 15 હજારથી વધુ અને રવિવારે 25 હજારથી વધુ આમ બે દિવસમાં 40 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે.

પ્રવાસીઓની સંખ્યાના વધતા તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનના પાલન માટે સ્ટાફ વધારી દીધો છે. થર્મલ ગન દ્વારા સ્કેનિંગ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશનનું ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે.SVPRET નો સ્ટાફ માઈક લઈને ફરે છે અને માઈકમાં સતત સોસીયલ ડિસ્ટન્સ જાળવવા ની સૂચના અપાતા રહે છે. આ સાથે ટિકિટ ચેકીંગ મશીન થી લઈને લિફ્ટ, વોકેલેટર અને એસ્કેલેટર સહિતની જગ્યાએ સતત સેનિટાઇઝેશન કર્મીઓ કરતા રહે છે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ પર ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...