તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકર્ષણ:કેવડિયા જંગલ સફારીમાં પ્રવેશ મર્યાદા હટાવાતા શનિ-રવિની રજામાં 25 હજાર પ્રવાસીઓ ઉમટ્યાં

કેવડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કેવડિયા ખાતે જંગલ સફારીમાં મજા માણવા માટે શનિ અને રવિની રજામાં 25 હજાર જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
કેવડિયા ખાતે જંગલ સફારીમાં મજા માણવા માટે શનિ અને રવિની રજામાં 25 હજાર જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
 • SOUમાં એન્ટ્રી માટેની ટિકિટની મર્યાદા વધારી : વ્યૂઇંગ ગેલેરીની ટિકિટ હજુ પાંચ સ્લોટમાં

નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણીમાં સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે. પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઇન બૂકિંગ ફૂલ થઇ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીમાં પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. હાલ જંગલ સફારીમાં સ્લોટ અને પ્રવાસીઓની સંખ્યા અમર્યાદિત કરતા પ્રવાસીઓનું સૌથી વધુ આકર્ષણ જંગલ સફારી બની રહ્યું છે. કોરના કાળમાં લાંબુ લોકડાઉન ભોગવી કંટાળેલી ગુજરાત સહીત ભારત ભરની જનતા હવે નાતાલ અને નવા વર્ષની વધામણાં માટેના દિવસો અને રાજાઓનો સદુપયોગ કરવા દેશના સૌથી સુંદર વાતાવર, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને 20થી વધુ પ્રોજેક્ટો એક સાથે નિહાળવાની તક આ તમામને જોતા કેવડિયા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

એટલે પ્રવાસીઓ સૌથી વધુ આવે છે કોરોના મહામારીને લઈને હાલ પ્રવાસીઓની લિમિટેશન રાખવામાં આવી છે. બાકી આ રજામાં 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હોત. છતાં પણ શનિ રવિની રજાઓમાં 25 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. જોકે 31 ઓક્ટોબર સુધી તમામ પ્રોજેક્ટો 90 ટકા હાઉસ ફૂલ હોય પ્રવાસીઓનો ધસારો 31 ઓક્ટોબર સુધી રહેશે એ વાત નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો