તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીની વેકેશન:SOU પર શનિવારે 25 હજાર પ્રવાસી આવ્યાં,3 દિવસમાં એક લાખ ઉમટશે

કેવડિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિની વેકેશનને લઈ કેવડિયાની હોટેલો, ગેસ્ટહાઉસો અને ટેન્ટ સિટીઓ પણ ફૂલ

કેવડિયા સ્ટેચ્યૂ ઓફિ યનિટી ખાતે શનિ,રવિ, અને સોમવાર જન્માષ્ટમીની ત્રણ દિવસની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ટિકિટો બુક કરાવતા ટિકિટ ઓનલાઈન પણ હાઉસ ફૂલ છે.સોમવારે મેન્ટેનન્સ માટે રજા રાખી છે. પરંતુ SOU સત્તા મંડળ દ્વારા ચાલુ રખાતા ત્રણ દિવસના મીની વેકેશનમાં પ્રવાસીઓની 1 લાખને પાર થવાના અધિકારીઓની ટિમો મૂકી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા સજ્જ બન્યા છે.

મીની વેકેશનના પ્રથમ દિવસે શનિવારના 25 હજાર પ્રવાસીઓ નોંધાયા રવિવારના 35 થી 40 હજાર આવવાની શક્યતાઓ છે. ત્યારે રજાઓમાં પ્રવાસીઓને સાચવવાથી લઈને સુવિધાઓ પુરી પાડવા તંત્ર પણ સજ્જ બન્યું છે.ના.કલેક્ટર નિલેશ દુબેએ જણાવ્યું હતું કે હાલ રજાઓને લઈને પ્રવાસીઓની સંખ્યા વધુ આવતી હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા કોવિદ ગાઇડલાઇનના પાલન માટે સ્ટાફ વધારી દીધો છે.

થર્મલ ગન દ્વારા સ્કેનિંગ સોસીયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશનનું ખાસ ધ્યાન રખાાઇ રહ્યું છે. SVPRET નો સ્ટાફ માઈકમાં સતત સોસીયલ ડિસ્ટન્સ જાળવવાની સૂચના અપાતા રહે છે. સોમવારે રજા હોવા છતાં જન્માષ્ટમી ની રજા ને લઈને અમે sou સહિતના તમામ પ્રોજેકટ ખુલ્લા રાખ્યા છે મંગળવારે રજા રાખી છે.

અન્ય સમાચારો પણ છે...