તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નર્મદા ડેમના 30માંથી 23 ગેટના સર્વિસનું કામ પૂર્ણ

કેવડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્ડિયલ કમ્પોઉન્ડ લિક્વિડથી કામગીરી કરાઇ
  • ચોમાસામાં આ વર્ષે પણ ડેમ છલોછલ ભરાશે

સરદાર સરોવર નર્મદા બંધ આ નવા વર્ષ માં પણ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરને આંબસે એવી સંપૂર્ણ શક્યતાઓ ને લઈને નર્મદા નિગમ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી ચાલુ કરી દેવા આવી છે. સરદાર સરોવર બંધના 30 ગેટનું કાર્ડિયલ કમ્પોઉન્ડ ગ્રીસ જેવા લિકવીડ દ્વારા સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 23 ગેટનું સર્વિસિંગ પૂર્ણ થઈ ગયું છે. માત્ર 7 ગેટ બાકી છે.

આગામી 15 જૂન પહેલા ગુજરાત માં પણ ચોમાસુ શરૂ થશે ત્યારે આ વર્ષે પણ ડેમ છલોછલ ભરાશે અને મહત્તમ સપાટી કરતા ઉચી સપાટી જશે ત્યારે નર્મદા ડેમના દરવાજા ખોલવાની જરૂર પડશે. ત્યારે સરળતાથી દવાજા ખોલ બંધ કરવામાં આવે એ માટે આ તમામ સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જે સરદાર સરોવર નર્મદા ડેમ ની દીવાલો છે જેને સ્પેશિયલ એપોક્ષી લિયર કલર કરવામાં આવી રહ્યો છે. જેથી વધુ પ્રમાણ માં ઉપરવાસ માંથી પાણી આવે તોય દીવાલો ને કોઈ અસર કે હાનિ ન પહોંચે આ કામ હવે પૂર્ણતાને આરે છે.

અન્ય સમાચારો પણ છે...