ખેડૂતોને રાહત:રવી પાક માટે નર્મદા કેનાલમાં 16 હજાર ક્યુસેક પાણી છોડાયું

કેવડિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે વિસ્તારોમાં પાણીની માગ છે ત્યાં પાણી આપવામાં આવશે

હાલમાં શિયાળા ની સિઝન ચાલુ છે.અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં શિયાળુ પાકોનું વાવેતર કરેલું છે. ત્યારે શિયાળું પાક માટે હવે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત થઈ છે. અને ખેડૂતોની માગ વધતા સરદાર સરોવરમાં નર્મદા ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. શિયાળામાં રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે સરદાર સરોવર નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથી 16722 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જેના થકી જે વિસ્તારોમાં પાણીની માગ છે જ્યાં પાણી આપવામાં આવશે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 128.95 મીટર છે. ઉપરવાસ માંથી પાણી આવક 7754 ક્યુસેક છે. અને સરદાર સરોવર માં પાણીનો લાઈવ જથ્થો હાલ ડેમ માં 3222 MCM છે. ઉલ્લેખનીય છે આ વર્ષે ચોમાસુ નબળું હોવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ જળ સપાટીની ક્ષમતા 138.68 મીટર સુધી ભરાયો ન હતો પરંતુ 132 મીટર નજીક જળ સપાટી પાર કરી ગઈ હતી. ત્યારે અત્યારે શિયાળુ પાક માટે જરૂરિયાત થતા વીજ મથકોને સમયાંતરે ચલાવી ને નર્મદાની મુખ્યકેનાલમાંથી પાણી છોડાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...