આક્રોશ:BTTSના ચૈતર વસાવાને ફસાવી તડીપાર કરવાનો ઉગ્ર વિરોધ કરીએ છીએઃ MLA

ડેડિયાપાડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં જલદ કાર્યક્રમો આપવાની BTTSની ચીમકી

ડેડીયાપાડા તાલુકામાં પંચાયતની ચૂંટણી બાદ બોગજ ગામ માં થયેલી બબાલ બાદ સાંસદ મનસુખ વસાવાના સાળા પર હુમલા બાદ સાંસદે ડેડીયાપાડા દોડી આવીને ચૈતર વસાવા સામે ફરિયાદ કરાવી હતી જેથી પોલીસે વિવિધ કલમો ઉપરાંત લૂંટની ફરીયાદ દાખલ કરવાની અથવા ધરણા પર બેસવાની ધમકીને પગલે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેમને તડીપારનો હુકમ કરાવ્યો હતો. ધારાસભ્ય મહેશ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાંસદ મનસુખ વસાવાને સંબોધીને જણાવ્યું હતું કે તમે આટલા મોટા નેતા છો છતાં પણ આટલા બધા વર્ષો પછી જર જંગલ અને જમીનના પ્રશ્ને આદિવાસી પ્રજા લડી રહી છે.

નાના મોટા બનાવો ચૂંટણી સમયે બનતા હોય છે. ત્યારે નાના બનાવમાં પોતે બીજી પાર્ટીના કાર્યકરોને કચડી નાખવા સામે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ખોટા કેસો કરાવી ને જે કરી રહ્યા છે. તે સમાજમાં તમામને દેખાઈ રહ્યું છે અને આપણે મોટા પ્રશ્નોમાં હલ કરાવો સાંસદમાં પેન્ડિંગ છે તે હલ કરાવો અને નાના-નાના પ્રશ્ને ચૈતર ભાઈ વસાવા ની સામે તડીપાર જેવા હુકમો કરાવી શું સાબિત કરવા માંગો છો આ તમારી સરકાર તાનાશાહી છે ગરીબ ના પ્રશ્નો માટે ઊઠે છે તને દબાવી દેવામાં આવે છે અને તમે પણ તેમાંના એક છો આમ કહી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો ટૂંક સમયમાં જલદ કાર્યક્રમો ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આપવામાં આવશે અમે ચૈતર વસાવા ના તડીપારની સામે પણ કાયદેસરની લડત કરી ન્યાય અપાવવાનું કામ કરવામાં આવશે તે ઉપરાંત કાર્યકરોને સંબોધન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...