તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી કરવા રજુઆત:પરપ્રાંતીય યુવકનું યુવતી સાથે દુષ્કર્મ પોલીસે કાર્યવાહી નહીં કરતા તોડફોડ

ચીકદા, ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડામાં પરપ્રાંતિય યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી

ડેડીયાપાડા તાલુકના એક ગામની યુવતી સાથે પરપ્રાંતીય યુવક દ્વારા લોભ તેમજ લગ્નની લાલચ આપી છેલ્લા દોઢ વર્ષ થી અવાર નવાર દુષ્કર્મ આચરતા ચકચાર મટી જવા પામી છે. તાલુકાની એક યુવતી સાથે ડેડીયાપાડામાં રહેતા પર પ્રાંતિય યુવક દ્વારા વાંરવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

જેની ફરિયાદ ભોગ બનનાર યુવતી તથા સમાજના આગેવાનો દ્વારા અગાઉ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. પણ તેની યોગ્ય કાર્યવાહી ન થતા આરોપી અને તેના સાગરીતો એ સાથે મળી યુવતીને જાનથી મારી નાખવા માટે યુવતી પર હુમલો કરવામાં આવ્યો હતો.

તે જ દિવસે યુવતી અને આદિવાસી સમાજ ના આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશન ડેડીયાપાડામાં ફરિયાદ આપવા છતા આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. બિટીપી નર્મદાના પ્રમુખ બહાદુર વસાવા , અને બિટીટીએસના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...