તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:આઝાદી બાદ પ્રથમવાર ટેકવાડાથી ગઢ ગામ સુધી બનેલા 3 કિમીના રસ્તામાં ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનોનો આક્ષેપ

ચીકદા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસ્તામાં કોન્ટ્રાક્ટરે વાપરેલું મટિરિયલ હાથથી પણ ઉખડી જાય તેટલું નબળું છે. - Divya Bhaskar
રસ્તામાં કોન્ટ્રાક્ટરે વાપરેલું મટિરિયલ હાથથી પણ ઉખડી જાય તેટલું નબળું છે.
  • રૂ. 1. 5 કરોડની ગ્રાન્ટમાં રસ્તા સાથે 7 નાળાનો પણ સમાવેશ, નાળા બન્યા પહેલાં પાકો રસ્તો બની ગયો

ડેડિયાપાડા તાલુકાના ટેકવાડા ગામ થી ગઢ ગામ સુધી ના 3 કિમીના બનેલા રસ્તામાં સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે. માંડ બે મહિના પહેલા બનેલો રસ્તો વરસાદ ઓછો હોવા છતાં ધોવાય ગયો છે. કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરી તકલાદી કામ કરતા રસ્તા પરની કપચી અને ડામર હાથથી જ ઉખડી જાય છે. રસ્તામાં ખાડા પાડવા લાગ્યા છે.

ડામરના ઓછા ઉપયોગને કારણે કપચી પણ નીકળી ગયી છે. રસ્તાની ગ્રાન્ટમાં સાત જેટલા નાળાઓ બનાવવાનો પણ સમાવેશ થાય છે ત્યારે નવા નાળા બનાવ્યા વગર જુના નાળાઓ પર જ નવો રસ્તો બની જતા નવા નાળા બનશે કે કેમ તે ગામ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી સતીશ વસાવાને પૂછતાં આ રસ્તાની કામગીરી કરવાની હજુ બાકી છે જે આગામી સમયમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું છે રસ્તો ફરીથી બનાવો
રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા વાળું મટિરિયલ વાપરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા કોઈ દેખરેખ ન રખાતા રસ્તો બે જ મહિનામાં ધોવાઈ ગયો છે. આ રસ્તો ફરીથી નવો બનાવવામાં આવે તેવી અમારી માગ છે. 7 નાળા બનાવવાના હોય તે પણ બનાવ્યા નથી. > મનોજ વસાવા,સ્થાનિક.

અન્ય સમાચારો પણ છે...