તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:કુનબાર ફોરેસ્ટ નર્સરીમાં તોડફોડ, 12 લોકો વિરૂદ્ધ ગુનો

ચીકદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25થી 30 લોકોએ ભેગા મળી મારક હથિયારો સાથે નર્સરીમાં ઝાડ કાપી, ટુરિઝમ સાઈટમાં તોડફોડ કરી

ડેડિયાપાડા વનવિભાગના સોરાપાડા રેન્જમાં આવતા કુનબાર ગામે આવેલી ફોરેસ્ટ રક્ષિત સેન્ટ્રલ નર્સરી અને ઇકો ટૂરિઝમમાં કુનબાર ગામના લોકોએ ભેગા થઈ મારક હથિયારો સાથે નર્સરીમાં પહોંચી ફૂલ, છોડ, વૃક્ષો કાપી નાંખ્યા હતા. સરકારી મિલકતમાં તોડફોડ કરી નુકશાન કરતા ઈસમો વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

સોરાપાડા રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર મગનભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ 24 જૂન ના રોજ સવારે આશરે આઠ વાગ્યે ના સમયે 25 થી 30 જેટલા સ્ત્રી અને પુરૂષો હાથમાં કુહાડી , ધારીયા, દાંતરડા તેમજ લાકડી જેવા હથિયારો લઈ કુનબાર નર્સરીમાં આવી ફૂલ છોડને કાપી નાંખ્યા હતા. નર્સરીમાં આવેલા ટેન્ટ, ફાઈબરના દરવાજા,કાચ તોડી નુકશાન પહોચાડ્યું હતું. વન વિભાગના સ્ટાફે રોકવામાં જતાં તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. આ અંગે સોરાપાડા રેન્જના આરએફઓ જે. એ. ખોખરને જાણ થતાં તેઓ અન્ય અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. લોકોને તોડફોડ ન કરવા સમજાવ્યા હતા. વનવિભાગે પોલીસને જાણ કરાતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.

તોફાની તત્વો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, અન્ય લોકોને તમે જમીન ખેડવા આપો છો તો અમને પણ આપો એમ કહી રજુઆત કરેલ. ત્યારબાદ તેમને શાંત પાડી ઘરે પાછા મોકલી દેવામાં આવ્યા હતા. લોકોએ સરકારી ટેન્ટ નંગ 7 માં આશરે 60000નું નુકશાન કર્યું હતુ. આ ઘટનામાં કુનબાર ગામના 13 ઈસમો સહિત તેમની સાથે આવનાર અન્ય 15 વ્યક્તિઓ વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફોરેસ્ટ પાસે લોકોએ ખેડવા જમીન માંગી હતી
ગામલોકોએ ફોરેસ્ટ વિભાગની આરક્ષિત જમીન ખેડવા માટે માંગી હતી. તે પૂર્વે લોકોએ ગામના પોલીસ પટેલના ઘરે બેઠક કરી હતી. આ અંગે વન વિભાગને અગાઉથી જ જાણ હતી. પરંતુ લોકો ઉશ્કેલાયેલા હોવાથી તેમને સમજાવવા મુશ્કેલ હતા. જેથી ડેડિયાપાડા ફોરેસ્ટ વિભાગમાં સમાવિષ્ટ અન્ય રેન્જના અધિકારીઓ પણ પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...