એક્ટીવીટી:ડેડિયાપાડા-સાગબારામાં કૃષિ ઉત્પાદનને લગતી બે કંપની કાર્યાન્વિત કરવામાં આવશે

ડેડિયાપાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લામાં આગામી ત્રણ વર્ષ UPL કંપની દ્વારા CSR હેઠળ એક્ટીવીટી કરાશે

નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા પ્રસાશન ધ્વારા નર્મદા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પોષણ તેમજ કૃષિ-બાગાયત- પશુપાલન- સિચાઇ વગેરે વિષયક વિવિધ ઉપકરણોની CSR એક્ટીવીટી અંતર્ગત વિવિધ સુવિધા ઉપલબ્ધિ માટેના પ્રયાસોને સફળતા મળી રહેલ છે, ત્યારે UPL કંપની ધ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 2022ના અંત સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના આહવાન અંતર્ગત આગામી ત્રણ વર્ષ દરમ્યાન UPL કંપની ધ્વારા નર્મદા જિલ્લાના ખેડૂતોની આવક વૃધ્ધિ સાથે તેમનું જીવન ધોરણ ઉંચુ આવે તે માટે કેન્દ્રિય પુરસ્કૃત યોજના અંતર્ગત અંદાજે રૂ.6 કરોડના ખર્ચે કૃષિ વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધરાનાર છે.

CSR એક્ટીવીટી અંતર્ગત UPL કંપની ધ્વારા નર્મદા જિલ્લામાં 100 જેટલા ગામોમાંથી 10 હજાર જેટલા નાના-સિમાંત જેટલા ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય તે માટે જિલ્લામાં કૃષિ તેમજ બાગાયતી પાકોમાં વૈવિધ્યકરણની કામગીરી ઉક્ત પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાશે, જેના ભાગરૂપે ખેડૂતોની તાલીમ અને તેમની કૌશલ્ય વૃધ્ધિ માટે રાજપીપલા ખાતે શ્રેષ્ઠ કૃષિ કેન્દ્રની સ્થાપના માટે પણ આયોજન હાથ ધરાયેલ છે.

ત્રણ હજાર જેટલા ખેડૂતોને ફાયદો થશે
જિલ્લામાં કેળના થડમાંથી ફાયબરના તાર ધ્વારા વિવિધ ચીજવસ્તુઓની બનાવટ ઉપરાંત કેળા વેફર્સ વગેરે ધ્વારા ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય તે પ્રકારનુ સૂચારૂં આયોજન સુનિશ્વિત કરવાની દિશાના પ્રયાસો પ્રાથમિક તબક્કામાં હાથ ધરાયેલ છે. તદ્ઉપરાંત UPL કંપની ધ્વારા જિલ્લાના આદિવાસી-અંતરિયાળ દેડિયાપાડા અને સાગબારા તાલુકાઓમાં કૃષિ ઉત્પાદનને લગતી બે કંપનીઓ પણ કાર્યાન્વિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...