વૃક્ષારોપણ:ડેડિયાપાડા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ત્રિવિધ ઉજવણી

ચીકદા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સ્પર્ધામાં 90 વિદ્યાર્થીઓએ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ડેડીયાપાડા વન વિભાગની ડેડીયાપાડા રેન્જ અને સામાજીક વનીકરણના સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ના.વ.સં નીરજકુમાર તથા મ.વ. આઈ. વાય. ટોપીયાના માર્ગદર્શન હેઠળ રેંજ ફોરેસ્ટ ઓફિસર રમા વસાવા તથા તમામ રાઉન્ડ ફોરેસ્ટર, તમામ બીટગાર્ડ તેમજ શ્રમયોગીઓ અને સામાજિક વનીકરણ રેંજ ડેડિયાપાડા તથા તમામ સ્ટાફ સાથે ખાતે રુપલ બી ગજજર વિધામંદિર, ખોખરાઉમરમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મહાત્મા ગાંધીના આઇકોન પર આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ સુચવેલ વિષય “આઝાદ ભારતમાં પ્રાણી સંરક્ષણ” ની ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. બાળકોને પ્રથમ, બીજા અને ત્રીજા નંબર પ્રમાણે ઈનામ આપવા આવ્યું હતું. ડેડીયાપાડા રેન્જના આર એફ ઓ રમાબેન વસાવા દ્વારા પર્યાવરણ - પ્રાણીઓ આપણા માટે કેટલા ઉપયોગી છે એ બાબતે બાળકોને સમજ આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...